×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એરિઝોનામાં બરફથી થીજી થયેલા તળાવમાં પડવાથી ત્રણ ભારતીયોનાં મોત


- અમેરિકામાં બરફવાળા પવનોનો પ્રકોપ જારી : કરોડો લોકોને અસર

- મૃત્યુ પામેલાઓની ઓળખ 49 વર્ષીય નારાયણા મુદ્દાના, 47 વર્ષીય ગોકુલ મેદિસેટી અને હરિતા મુદ્દાના તરીકે થઈ

વોશિંગટન : અમેરિકામાં ત્રણ ભારતવાસીઓના મોતના સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એરિઝોના રાજ્યમાં સોમવારે ત્રણ લોકો કોકોનીનો કાઉન્ટીમાં વુડ્સ કેન્યન લેકની પાસે હાજર હતાં. તેમાં બે પુરુષો અને અને એક મહિલા હતી. 

બપોરે લગભગ ૩.૩૫ વાગ્યે આ ત્રણ લોકો બરફથી થીજી ગયેલા તળાવમાં પડી ગયા હતાં અને ડૂબવા લાગ્યા હતાં. રાહત અને બચાવ કર્મીઓએ તેમને કાઢવાના પ્રયત્નો કર્યા હતાં પણ કોઇને પણ બચાવી શકાયા ન હતાં. 

પોલીસના જણાવ્યા અનુસાર બચાવકર્મીઓની લાંબી તપાસ પછી આ ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતાં. જેમાંથી બે ૪૯ વર્ષીય નારાયણ મુદ્દાના અને ૪૭ વર્ષીય ગોકુલ મેદિસિટીના મોત થઇ ગયા હતાં. એક મહિલા હરિતા મુદ્દાનાને જીવિત બહાર કાઢવામાં આવ્યા હતાં. 

રાહત અને બચાવ કર્મીઓએ તેમના પ્રાણ બચાવવાના અનેક પ્રયત્નો કર્યા હતાં પણ ભયાનક ઠંડીને કારણે ઘટનાસ્થળે જ તેમના મોત થઇ ગયા હતાં. પોલીસ કાર્યાલય તરફથી જારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ત્રણ પીડિત એરિઝોનાના ચેંડલરના રહેવાસી હતાં અને મૂળ ભારતીય હતાં.

પોલીસના નિવેદન અનુસાર જ્યારે આ ઘટના બની તો સબસ્ટેશન પર હાજર બે પોલીસ કર્મચારીઓને આની માહિતી મળી હતી. ત્યારબાદ તરત જ તળાવમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે અમેરિકા અને કેનેડામાં હાલમાં ભીષણ ઠંડી પડી રહી છે. અનેક રાજ્યોમાં તાપમાન શૂન્યથી નીચે જતો રહ્યો છે. કેટલાક સ્થળોએ બોમ્બ સાઇક્લોનની સ્થિતિ પેદા થઇ ગઇ છે. જેના કારણે રાજ્યોમાં બરફવાળા પવનોનો પ્રકોપ વધી ગયો છે. જેના કારણે અમેરિકામાં ૬૦થી વધુ લોકોનાં મોત થયા છે અને ૨૫ કરોડથી વધુ લોકોનાં મોત થયા છે.