×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

T20 વર્લ્ડકપ-2023 માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત, જુઓ આ ખેલાડીઓને મળ્યું સ્થાન

નવી દિલ્હી, તા.28 ડિસેમ્બર-2022, બુધવાર

ફેબ્રુઆરી-2023માં યોજાનારા મહિલા ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનવાના સ્વપ્નને પુરુ કરવા ઉતરશે. આ સાથે BCCIએ સાઉથ આફ્રિકામાં યોજાનાર ટ્રાઈ સિરિઝ માટે પણ ટીમની જાહેરાત કરી દીધી છે. મહિલા ટી-20 વર્લ્ડકપ-2023ની શરૂઆત 10મી ફેબ્રુઆરીથી થશે, જ્યારે 12 ફેબ્રુઆરીએ ભારતીય ટીમ પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમશે. ભારતીય ટીમને ગ્રુપ-2માં રખાયું છે. ગ્રુપ-2માં ઈંગ્લેન્ડ, વેસ્ટઈન્ડિઝ, પાકિસ્તાન અને આયરલેન્ડ પણ છે. વર્લ્ડકપની ફાઈનલ મેચ 26 ફેબ્રુઆરીએ રમાશે.

ટી-20 વર્લ્ડકપમાં આ ખેલાડીઓ જોવા મળશે

મહિલા ટી-20 વર્લ્ડકપ-2023માં હરમનપ્રીત કૌર (સુકાની), સ્મૃતિ મંધાના (ઉપ-સુકાની), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટ કીપર), ઋચા ઘોષ, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર, અંજલિ સરવાની, પૂજા વસ્ત્રાકર (ફિટનેસ પર નિર્ભર), રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડેનો સમાવેશ કરાયો છે, જ્યારે એસ. મેઘના, સ્નેહ રાણા, મેઘના સિંહને રિઝર્વ પ્લેયર તરીકે રખાયા છે.

ટી-20 વર્લ્ડ કપ-2023 ભારતીય ટીમનું શેડ્યૂલ (લીગ મેચ)

  • 12 ફેબ્રુઆરી વિરુદ્ધ પાકિસ્તાન, કેપ ટાઉન
  • 15 ફેબ્રુઆરી વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, કેપ ટાઉન
  • 18 ફેબ્રુઆરી વિરુદ્ધ ઈંગ્લેન્ડ, પોર્ટ એલિઝાબેથ
  • 20 ફેબ્રુઆરી વિરુદ્ધ આયર્લેન્ડ, પોર્ટ એલિઝાબેથ

ટી-20 વર્લ્ડકપ પહેલા ભારત સાઉથ આફ્રિકામાં એક ટ્રાઈ સિરિઝ રમશે, જેમાં ભારત ઉપરાંત સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ સામેલ છે. આ સિરીઝ માટે પણ BCCIએ ભારતીય ટીમની જાહેરાત કરી છે. 

ટ્રાઈ સિરિઝ દરમિયાન ભારતીય ટીમમાં હરમનપ્રીત કૌર (સુકાની), સ્મૃતિ મંધાના (ઉપ-સુકાની), યાસ્તિકા ભાટિયા, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાજેશ્વરી ગાયકવાડ, રાધા યાદવ, રેણુકા ઠાકુર, મેઘના સિંઘ, અંજલિ સરવાણી, સુષ્મા વર્મા, અંજલિ કૌર, એ. પૂજા વસ્ત્રાકર (ફિટનેસ મુજબ), એસ. મેઘના, સ્નેહ રાણા, શિખા પાંડેનો સમાવેશ કરાયો છે.

ટ્રાઇ સિરીઝનું શેડ્યૂલ

  • 19 જાન્યુઆરી વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા
  • 21 જાન્યુઆરી વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ
  • 23 જાન્યુઆરી વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ
  • 25 જાન્યુઆરી વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ
  • 28 જાન્યુઆરી વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા
  • 30 જાન્યુઆરી વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ
  • 02 ફેબ્રુઆરી ફાઇનલ મેચ