×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, સેનાનો જડબાતોડ જવાબ

શ્રીનગર, 28 ડિસેમ્બર 2022, બુધવાર

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર તેમના નાપાક ઈરાદા સાથે ગોળીબારની ઘટનાને અંજામ આપવાની હિંમત કરી છે. જમ્મુના સિધ્રા વિસ્તારમાં આતંકવાદીઓએ આ હુમલો કર્યો છે. આ હુંમલાનો ભારતીય સેનાના જવાનોએ જડબાતોડ જવાબ આપી રહ્યા છે. સુત્રોમાંથી મળતા સમાચાર મુજબ જમ્મુના સિધ્રા વિસ્તારમાં બંને તરફથી ગોળીબાર ચાલુ છે અને માનવામાં આવી રહ્યું છે કે બેથી ત્રણ આતંકીઓ હોઈ શકે છે.

શોપિયાં અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા
આ અગાઉ 20 ડિસેમ્બરે જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. કાશ્મીર ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક વિજય કુમારે જણાવ્યું હતું કે ત્રણ આતંકવાદીઓમાંથી બેની ઓળખ થઈ ગઈ છે અને તેઓ નાગરિકોની હત્યામાં સામેલ હતા. આતંકવાદીઓમાંથી એકની ઓળખ લતીફ લોન તરીકે થઈ છે, જે કથિત રીતે કાશ્મીરી પંડિત પૂરણ કૃષ્ણ ભટ્ટની હત્યામાં સામેલ હતો. અન્ય આતંકવાદીની ઓળખ ઉમર નઝીર તરીકે થઈ છે, જે કથિત રીતે નેપાળના તિલ બહાદુર થાપાની હત્યામાં સામેલ હતો.

મુંઝ માર્ગ પર એન્કાઉન્ટર શરૂ થયું હતું
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ શોપિયનના ઝૈનપુરા વિસ્તારના મુંઝ માર્ગમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જે બાદમાં એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. સ્થળ પરથી એક AK47 રાઈફલ અને બે પિસ્તોલ મળી આવી હતી.