×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદીની જાળમાં કેવી રીતે ફસાયું ચીન-પાક.? જાણો ભારત પાસેના પાવરનો સમગ્ર મામલો

નવી દિલ્હી, તા.27 ડિસેમ્બર-2022, મંગળવાર

ચીન હંમેશા કોઈક ને કોઈક બાબતે ભારતનો વિરોધ કરતું રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતને કાયમી સભ્યપદ આપવા મામલે પણ ચીનને પેટમાં દુઃખ્યું હતું અને વિરોધ કર્યો હતો. જોકે ચીન PM મોદી જાળમાં બરાબર ફસાઈ ગયું છે. ચીન તેના વીટો પાવરનો ઉપયોગ પણ કરી શકતો નથી. વીટો પાવર મુદ્દે ચીન છ વર્ષથી તડપી રહ્યો છે. વાત જાણે એમ છે કે, ચીનના મર્જની ચાવી PM મોદીના હાથમાં આવી ગઈ છે. ચીનની હાલત એવી છે કે, ભારતની મંજુરી વગર ચીન કોઈપણ દેશ સાથે ખરીદ અને વેચાણ કરી શકતો નથી. જો ખરીદ-વેચાણ કરવું હોય તો ચીને ભારતની મંજૂરી લેવી પડશે, તેથી આ મામલે ભારત ચીનને દર વખતે UNSCમાં ઝટકો આપી રહ્યું છે અને ભારત વિરૂદ્ધ  ઉપયોગમાં લેવાતા વીટો પાવરનો હિસાબ PM મોદી ચુકતે કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ચીન ભારતને આજીજી કરવા મજબુર બન્યું છે. તો જાણીએ શું છે ભારત-ચીનનો આ સમગ્ર મામલો?

PM મોદીએ કર્યો એવો ખેલ કે આ મુસીબતમાંથી ચીનનું નિકળવું મુશ્કેલ

વિશ્વની સૌથી મોટી 5મી અર્થવ્યવસ્થા અને વિશ્વની ચોથી સૌથી મોટી સેના હોવા ઉપરાંત ટેકનોલોજીના દમ પર ભારતનો દાવો હવે UNSCમાં મજબુત થઈ ગયો છે. જોકે ચીન ભારત માટે નડતર પણ બની રહ્યું છે. UNSCના 5 કાયમી સભ્યો છે, જેમાં અમેરિકા, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને ચીનનું નામ સામેલ છે, જેમાંથી ચીન સિવાય તમામ દેશો ભારતને કાયમી સભ્ય આપવાના પક્ષમાં છે, જોકે ભારતને કાયમી સભ્ય પદ આપવાના પ્રસ્તાવ પર ચીન દર વખતે વીટો પાવરનો ઉપયોગ કરી દેશની આશાઓ પર પાણી ફેરવી દે છે, જ્યારે ભારત આ પદ માટે પ્રબળ દાવેદાર છે. UNSCના 5 સભ્યો પાસે જ વીટો પાવર છે. આ 5 સભ્યોમાંથી કોઈ એક સભ્ય કોઈપણ મુદ્દે  અસહમત હોય તો તે વીટો પાવર લગાવી દે છે. આવી સ્થિતિમાં પ્રસ્તાવ રદ થઈ જાય છે. ચીન ભારત સાથે વર્ષોથી આમ જ કરતું રહ્યું છે. જોકે ચીન ભારતની આવી જ એક જાળમાં ફસાઈ ગયું છે, જેમાંથી નિકળવા ડ્રેગનને કોઈ રસ્તો મળતો નથી, તેથી ચીન ભારત સામે ઘૂંટણીયે પડવા મજબુર છે.

ચીન ભારત સામે કેમ મજબુર થયું ?

વિશ્વની સૌથી મોટી સંસ્થા મિસાઇલ ટેક્નોલોજી કંટ્રોલ એન્ડ ટ્રાન્સફર (MTCR) મિસાઇલો અને માનવરહિત એરક્રાફ્ટ એટકે ડ્રોન સંબંધિત ટેકનોલોજી ક્ષમતાઓ ધરાવે છે. MTCR પરમાણુ મિસાઇલોના ઉપયોગને રોકવા અને નિયંત્રિત કરવા માટેની એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. MTCRની પરવાનગી વિના કોઈપણ દેશ અન્ય કોઈ દેશ પાસેથી મિસાઈલ, મિસાઈલ ટેક્નોલોજી, ડ્રોન વગેરે ખરીદી કે વેચી શકતી નથી. હાલમાં તેમાં અમેરિકા, રશિયા, ઈટાલી, જાપાન, યુક્રેન, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, યુકે જેવા 35 દેશોનો સમાવેશ થાય છે. ભારત પણ 27 જૂન 2016થી આ સંગઠનનું સભ્ય બન્યું છે. આ સંસ્થાની વિશેષતા એ છે કે, જો આ સંસ્થા સાથે જોડાયેલા 35 દેશોમાંથી કોઈ એક દેશ વાંધો ઉઠાવે તો MTCRમાં કોઈ 36માં દેશનો સભ્ય બનાવાતું નથી, એટલું જ નહીં અન્ય દેશને બીજા દેશમાંથી મિસાઈલ, ડ્રોન વગેરે ખરીદ-વેચાણની મંજુરી પણ અપાતી નથી. તેના બિન-સભ્યો માત્ર 300 કિમીની રેન્જવાળી મિસાઈલ ખરીદી કે વેચી શકે છે. MTCRનું ચીન હજુ તેનું સભ્ય બન્યું નથી, જેના કારણે તે ભારત સામે મજબુર થયું છે.

ભારતના કારણે ચીન MTCRનું સભ્ય ન બની શક્યું

MTCR પરમાણુ મિસાઇલો એટલે કે બેલિસ્ટિક મિસાઇલોના ઉપયોગને રોકવા અને આ મિસાઈલોની વેચાણ અને ખરીદી પર નિયંત્રણ તેમજ દેખરેખ રાખનારી મુખ્ય આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જે દેશો MTCRના સભ્ય નથી તેઓ અન્ય કોઈ દેશથી 300 કિલોમીટરથી વધુની રેન્જ ધરાવતી પરમાણુ મિસાઈલ ખરીદી કે વેચી શકતા નથી. MTCRનું સભ્ય ન હોવાના કારણે ચીન તેની મિસાઈલો પાકિસ્તાન સહિત કોઈ અન્ય દેશોને વેચી અને ખરીદી શકતું નથી. આ કારણે જ ચીનના સંરક્ષણ વેપારને ફટકો પડ્યો છે. ચીને MTCRમાં સભ્ય પદ મેળવવા માટે તમામ પ્રયાસો કર્યા. એક સમયે અમેરિકા, રશિયા સહિતના તમામ દેશો ચીનને સંગઠનનો સભ્ય બનાવવા તૈયાર હતા, પરંતુ ભારતે ચીન અંગે વાંધો ઉઠાવ્યો હતો. આ કારણે ચીન MTCRનું સભ્ય બની શક્યું નથી. ચીનના દરેક પ્રયાસનો ભારત વિરોધ કરે છે. નિયમ મુજબ તમામ 35 દેશોની સહમતિ બાદ જ MTCRમાં અન્ય કોઈ દેશને સભ્ય તરીકે સામેલ કરી શકાય છે. આવી સ્થિતિમાં યુએનએસસીમાં ચીનના વિરોધનો બદલો લેવા માટે ભારતને આ મોટું હથિયાર પણ મળ્યું છે.

પીએમ મોદીએ અથાક પ્રયાસોથી ભારતને સભ્યપદ મળ્યું

ભારતને MTCRમાં સભ્ય બનાવવા માટે PM નરેન્દ્ર મોદીએ વર્ષ 2014થી જ MTCRના સભ્ય દેશોનો સંપર્ક શરૂ કરી દીધો હતો. અમેરિકાથી લઈને જાપાન, બ્રિટન, રશિયા, બ્રાઝિલ, બલ્ગેરિયા, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સુધીના તમામ સભ્ય દેશોએ ભારતને સમર્થન આપ્યું. તે દરમિયાન આ સંસ્થામાં 34 સભ્યો હતા. PM મોદીની છબીના કારણે MTCRના તમામ સભ્ય દેશોએ ભારતને સભ્ય બનાવવાનો વિરોધ કર્યો ન હતો, જેના કારણે ભારત 27 જૂન2016થી MTCRનું સભ્ય બન્યું હતું. MTCRમાં સભ્ય પદ મેળવવાનો ફાયદો એ છે કે, ભારત હવે અન્ય દેશો પાસેથી અદ્યતન મિસાઈલ, ડ્રોન વગેરે ખરીદી શકે છે અને બ્રહ્મોસ જેવી પોતાની મિસાઈલો અન્ય દેશોને વેચી પણ શકે છે. આ સાથે જ ભારતે ચીનને MTCRમાં સભ્ય બનવા માટે કાયમ માટે રોકી દીધું છે. જેના કારણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ભારત સામે ઘૂંટણિયે પડવાની ફરજ પડી છે.