×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીને કોરોનાના 3 વર્ષ બાદ સૌથી મોટો નિર્ણય લીધો, 8 જાન્યુઆરી બાદ વિશ્વની ચિંતા વધશે


ચીનએ નવા વર્ષમાં એકનો નિર્ણય કરવાની જાહેરાત કરી છે. જાન્યુઆરીની  8 તારીખથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે "કોવોરન્ટાઇન" સમાપ્ત કરશે. ગઈકાલે સુત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ચીન માટે આ એક મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાઈ કારણ કે હવે તે તેની આંતરરાષ્ટ્રીય સરહદો ફરીથી શરુ કરશે. લગભગ  ત્રણ વર્ષ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસી સુવિધાથી અલગ રહ્યા બાદ આ સ્થિતિમાંથી બહાર આવશે અને ફરીથી સામાન્ય રીતે પ્રવાસીને કોવોરન્ટાઇનને લઇ છૂટછાટ આપશે. ચીન સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય હેઠળ હવે મુસાફરોને ચીનની મુસાફરી કરવા માટે 48 કલાક જૂના કોવિડ રિપોર્ટની જરૂર પડશે.

આ નિર્ણય તેમણે એવા સમયે કર્યો  છે જ્યારે દેશ ઓમિક્રોનના પ્રકોપથી ઝઝૂમી રહ્યો છે. આ મહિનાની શરૂઆતમાં,  જિનપિંગના વહીવટીતંત્રે "ઝીરો કોવિડ" નીતિમાં સરકાર વિરોધી અંદોલનના પગલે થોડી છૂટછાટ આપી હતી. હવે, નેશનલ હેલ્થ કમિશને ગઈકાલે  કહ્યું કે, ચીન 8 જાન્યુઆરી, 2023 થી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે "ક્વોરેન્ટાઇન" ની જરૂરિયાત રહેશે નહિ.