×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદીએ 'વીર બાલ દિવસ' નિમિત્તે સાહિબજાદાઓને આપી શ્રદ્ધાંજલિ, શીખ પરંપરાના બલિદાને કર્યું યાદ


આજ દિલ્હીમાં 'વીર બાલ દિવસ' નિમિત્તે કાર્યક્રમમાં PM મોદીએ આપીન હાજરી આપી હતી. આ કાર્યક્રમ સાહિબજાદોના બલિદાનને સમર્પિત છે. આ અવસર પર વીર સાહિબજાદાઓને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ કહ્યું કે, હું મારી સરકારને ભાગ્યશાળી માનું છું કે આજના દિવસને 'વીર બાળ દિવસ' તરીકે જાહેર કરવાનો અમને સૌભગ્ય મળ્યુ છે.

પીએમએ કહ્યું કે, 'વીર બાલ દિવસ' આપણને યાદ અપાવશે કે દસ ગુરુઓનું યોગદાનનું શું મહત્વ છે, દેશના સ્વાભિમાન માટે શીખ પરંપરાનું બલિદાન શું છે. 'વીર બાળ દિવસ' આપણને જણાવશે કે ભારત શું છે, ભારતની ઓળખ શું છે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા યુવાનોએ કહ્યું કે, અમારા માટે આનંદની વાત છે કે આઝાદીના 75 વર્ષ બાદ એવા વડાપ્રધાન આવ્યા છે, જેમણે 'સાહેબજાદાઓ'ના બલિદાનને સન્માન આપ્યું છે. આ કાર્યક્રમમાં એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે "સાહિબજાદા બાબા જોરાવર સિંહ જી અને સાહિબજાદા બાબા ફતેહ સિંહ જીના બલિદાનને આજે સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આવતા વર્ષથી આ દિવસને રજા જાહેર કરવી જોઈએ."

આ પહેલા મનજિંદર સિંહ સિરસાએ કહ્યું હતું કે, વડાપ્રધાનએ આ દિવસ સાહિબજાદોના બલિદાનને સમર્પિત કર્યો છે.  અલગ-અલગ રાજ્યોમાં લોકો તેમના વિશે જાણી રહ્યા છે. અમને આની અપેક્ષા નહોતી. આજે એક નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે.