×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદીએ 'મન કી બાત'ના આ વર્ષના છેલ્લા એપિસોડમાં કરી આ વાત

Image: Twitter


આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યું હતું. આ મન કી બાત કાર્યક્રમનો 96મો એપિસોડ હતો. મન કી બાતની શરૂઆતમાં પીએમ મોદીએ ભારતની પ્રગતિ વિશે વાત કરી અને G-20 જૂથની અધ્યક્ષતાની જવાબદારી મળવા પર ગર્વ પણ વ્યક્ત કર્યો હતો. 

પીએમએ કહ્યું કે, વર્ષ 2022માં દેશની જનતાની તાકાત, તેમનો સહકાર, તેમનો સંકલ્પ, તેમની સફળતાનો વિસ્તાર એટલો હતો કે 'મન કી બાત'માં દરેકને સામેલ કરવું મુશ્કેલ બન્યું હતું. 2022 ખરેખર ઘણી રીતે ખૂબ જ પ્રેરણાદાયક રહ્યું છે, અદ્ભુત. આ વર્ષે ભારતે તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા અને આ વર્ષે અમૃતકાલની શરૂઆત થઈ હતી. તેમણે કહ્યું હતું કે, 'વર્ષ 2022માં દેશે ઝડપ પકડી છે અને આ વર્ષે જુદી જુદી જગ્યાએ જનતાએ ઇતિહાસ રચ્યા છે.

'એક ભારત-શ્રેષ્ઠ ભારત' ની ભાવનામાં થયું વિસ્તરણ
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, "ગુજરાતનો માધવપુર મેળો હોય કે જ્યાં રુક્મિણી વિવાહ હોય અને પૂર્વોત્તરમાં ભગવાન કૃષ્ણના સંબંધની ઉજવણી થાય કે કાશી-તમિલ સંગમમ, આ તહેવારોમાં એકતાના અનેક રંગો જોવા મળ્યા છે. આ બધાની સાથે વર્ષ 2022 બીજા એક કારણ માટે હંમેશા યાદ રાખવામાં આવશે એટલે કે 'એક ભારત-શ્રેષ્ઠ ભારત' ની ભાવનાનું વિસ્તરણ આ વર્ષમાં ખુબ વધારે થયું છે. 

 'હર ઘર તિરંગા' અભિયાને કરી આ વાત 
પીએમ મોદીએ કહ્યું કે, વર્ષ 2022માં દેશવાસીઓએ વધુ એક ઈતિહાસ લખ્યો છે. ઓગસ્ટ મહિનામાં 'હર ઘર તિરંગા' અભિયાન કોણ ભૂલી શકે છે. તે ક્ષણ હતી જ્યારે દરેક દેશવાસી માટે એક મોટી પળ બની હતી. આઝાદીના 75 વર્ષના આ અભિયાનમાં આખો દેશ ત્રિરંગો બની ગયો હતો. 6 કરોડથી વધુ લોકોએ તિરંગા સાથે સેલ્ફી મૂકી હતી. આઝાદીનો આ અમૃત મહોત્સવ આવતા વર્ષે પણ એ જ રીતે ચાલુ રહેશે  તેમજ તે અમૃત કાલના પાયાને વધુ મજબૂત કરશે.

પીએમ મોદીએ ક્રિસમસની શુભેચ્છા પાઠવી
G-20 પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, આ વર્ષે ભારતને G-20 ગ્રુપની અધ્યક્ષતાની જવાબદારી પણ મળી છે. મેં છેલ્લી વખતે પણ આ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. વર્ષ 2023માં આપણે G-20 ના ઉત્સાહને નવી ઊંચાઈએ લઈ જઈને આ ઈવેન્ટને જન આંદોલન બનાવવું છે. પીએમએ કહ્યું, મારા પ્રિય દેશવાસીઓ, આજે સમગ્ર વિશ્વમાં નાતાલનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ ઈસુ ખ્રિસ્તના જીવન અને ઉપદેશોને યાદ કરવાનો દિવસ છે. હું તમને બધાને ક્રિસમસની શુભેચ્છા પાઠવું છું.