×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સાઉદી અરેબિયામાં ભયાનક પૂરપ્રકોપ તો માઈનસ 45 ડિગ્રીથી અમેરિકા ઠરીને ઠીકરું

Image Twitter

તા. 24 ડીસેમ્બર 2022, શનિવાર

સાઉદી અરેબિયાના શહેર મક્કામાં શુક્રવારે રાત્રે અચાનક મુશળધાર વરસાદ બાદ પૂર આવ્યું હતું. પૂરને કારણે વાહનો અને મિલકતોને ભારે નુકસાન થયું હતું. સોશિયલ મીડિયા પર પૂરના વીડિયો ફૂટેજ ફરતા થઈ રહ્યા છે. જેમાં વાહનો પાણીના પ્રવાહમાં વહી જતા જોવા મળે છે. જ્યારે ઘણા મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. મળતા રિપોર્ટ અનુસાર, મક્કામાં ગુરુવારે રાત્રે અને શુક્રવારે સવાર સુધી મુશળધાર વરસાદ પડ્યો હતો. સાઉદી અરેબિયાના નેશનલ સેન્ટર ઓફ મીટીરોલોજીએ શુક્રવારે મક્કા પ્રાંતમાં ચેતવણી જારી કરી હતી. કારણ કે, રાનિયા, તૈફ, અધમ અને માયસાન વિસ્તારોમાં મધ્યમથી ગંભીર વરસાદ ચાલુ રહ્યો હતો. 

મક્કા મસ્જિદના વિડિયો ફૂટેજમાં મસ્જિદના પ્રાંગણમાં શ્રદ્ધાળુઓ અને ઉપાસકો ભારે વરસાદમાં ભીંજાતા જોવા મળ્યા હતા. જેદ્દાહમાં કિંગ અબ્દુલ અઝીઝ એરપોર્ટે મુસાફરોને એરપોર્ટ પર પહોંચતા પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિની પુષ્ટિ કરવા કહ્યું.   કારણ કે, ખરાબ હવામાનને કારણે કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. મક્કા વિશ્વભરના મુસ્લિમો માટે સૌથી મોટા તીર્થ સ્થળોમાંનું એક છે. ભારે વરસાદને કારણે અહીંની ગ્રાન્ડ મસ્જિદમાં પણ પાણી ભરાઈ ગયા હતા. 

દેશના હવામાન વિભાગે મક્કાની ઉત્તરે આવેલા જેદ્દાહ પ્રાંતમાં ભારે વરસાદ સાથે પૂર અને વાવાઝોડાની ચેતવણી પણ જારી કરી છે. જેદ્દાહમાં   3,822 કર્મચારીઓ અને 1,490 સાધનો વરસાદને કારણે ઊભી થતી કોઈપણ સમસ્યાનો સામનો કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. નવેમ્બરમાં, જેદ્દાહમાં રેકોર્ડ વરસાદ થયો હતો. જેના પરિણામે આ દરિયાકાંઠાના શહેરમાં પૂરમાં બે લોકોના મોત થયા હતા. આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં, સાઉદી અરેબિયામાં સોશિયલ મીડિયા યુઝર્સે તાપમાનમાં તીવ્ર ઘટાડા બાદ તાબુક ક્ષેત્રમાં દુર્લભ હિમવર્ષાનો વીડિયો શેર કર્યો હતો.

અમેરિકામાં માઈનસ 45 ડિગ્રી તાપમાન
આ બાજુ અમેરિકામાં બોમ્બ ચક્રવાત (Bomb Cyclone)ને કારણે ભયંકર ઠંડી પડી રહી છે. લાખો લોકો વાવાઝોડાની ઝપેટમાં આવ્યા છે. દેશમાં મોટા ભાગના હિસ્સામાં વીજળી ગૂલ છે જેના પગલે લોકોની તકલીફમાં વધારો થયો છે. તાપમાન માઈનસ 45 ડિગ્રી સુધી પહોંચી ગયુ છે અને ન્યૂયોર્કમાં ઈમરજન્સી જાહેર કરાઈ છે. વાવાઝોડાને કારણે પૂર્વીય અમેરિકા સૌથી વધુ પ્રભાવિત થયું છે.