×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેન્દ્ર સરકારને આ જવાબદારી આપવી એટલે આફત સમાન : કપિલ સિબ્બલ

Image : sansad tv












સમાજવાદી પાર્ટીના વકીલ અને રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે કેન્દ્ર સરકાર પર "સ્વતંત્રતાના છેલ્લા ગઢ" ન્યાયતંત્ર પર કબજો કરવાના પ્રયાસનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, કોર્ટ તેની સામે મક્કમતાથી ઊભી રહેશે. ન્યાયાધીશોની નિમણૂકને લઈને ચાલી રહેલી તકરાર અને કેન્દ્ર સાથેના તણાવ પર, કપિલ સિબ્બલે સ્પષ્ટ કર્યું કે, વર્તમાન કોલેજિયમ સિસ્ટમમાં કેટલીક ખામીઓ છે. જેમાં સરકારને પૂર્ણ સ્વતંત્રતા મળે તે યોગ્ય નથી.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને કાયદા પ્રધાન કિરેન રિજિજુની ટિપ્પણીઓ વિશે વાત કરતા સિબ્બલે કહ્યું કે, તેઓ અન્ય કોઈ મુદ્દા પર મૌન નથી રહ્યા, તો તેઓ આ અંગે મૌન કેમ રહી શકે? "તેમણે કહ્યું," ન્યાયતંત્ર એ સ્વતંત્રતાનો છેલ્લો ગઢ છે, જેને કોઈ સરકાર હજુ સુધી કબજે કરી શક્યા નથી. સરકારે ચૂંટણી પંચથી લઈને રાજ્યપાલ, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર થી લઈને ઈડી અને સીબીઆઈ સુધીની દરેક બંધારણીય અને અન્ય સંસ્થાઓ પર કબજો જમાવ્યો છે. તપાસ વિભાગ અને NIA ઉપરાંત મીડિયાને પણ પક્કડમાં લઇ લીધા છે."

સિબ્બલે કાયદા પ્રધાનની ટિપ્પણીને "સંપૂર્ણપણે અયોગ્ય" ગણાવી કે, અદાલતો "ઘણી બધી રજાઓ" લે છે. સિબ્બલે કટાક્ષ કરતાં કહ્યું કે, 'કાયદા મંત્રી પ્રેક્ટિસિંગ એડવોકેટ નથી. ન્યાયાધીશ અરજીઓની સુનાવણી માટે દરરોજ 10 થી 12 કલાક વિતાવે છે, આગલા દિવસની સુનાવણી માટે પૃષ્ઠભૂમિ વાંચે છે અને ચુકાદો લખે છે. તેની રજાઓ સ્પિલઓવરને સંભાળવામાં ખર્ચવામાં આવે છે. તેમણે એવું કહ્યું હતું કે,  અદાલતો સંસદસભ્યો કરતાં વધુ મહેનત કરે છે. આ સિવાય પણ તે બોલ્યા કે, છેલ્લા એક વર્ષમાં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી સંસદે 57 દિવસ  જ કામ કર્યું. જ્યારે કોર્ટ વર્ષમાં 260 દિવસ સુધી કામ કરે છે.

આ મહિનાની શરૂઆતમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજ્યસભામાં પોતાના પ્રથમ સંબોધનમાં NJAC એટલે કે ન્યાયિક નિમણૂકોની કાઉન્સિલ  પર રદ્દ કરાયેલા કાયદાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સુપ્રીમ કોર્ટ પર "સંસદીય સાર્વભૌમત્વ" સાથે સમાધાન કરવાનો અને "લોકોના આદેશ" ને અવગણવાનો આરોપ મૂક્યો હતો.