×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આ ત્રણ અપક્ષ ધારાસભ્યો ભાજપને ટેકો આપી શકે છે

IMAGE : Internet












ગાંધીનગર, 20 ડિસેમ્બર 2022, મંગળવાર

આજે ગુજરાતમાં 15મી વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે. આ સત્રનું સંબોધન ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સવારે 10 વાગ્યે કરશે. મળતા સમાચાર મુજબ આજના આ સત્ર દરમિયાન અપક્ષના ત્રણ ચુંટાયેલા ધારાસભ્ય ભાજપને ટેકો આપી શકે છે. બાયડ, ધાનેરા અને વાઘોડીયાના અપક્ષ ધારાસભ્યો ભાજપને ટેકો આપી શકે છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા , ધાનેરામના ધારાસભ્ય માવજી દેસાઈ અને વાઘોડીયાના ધારાસભ્ય ઘરમેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ તરીકે ચુંટાયા હતા. આ માટે ત્રણેય અપક્ષ ધારાસભ્યોએ ગુજરાત રાજ્યના રાજ્યપાલ સાથે મુલાકાત કરી. ગુજરાતના નાણાપ્રધાન ઉપાધ્યક્ષની વરણી માટે પ્રસ્તાવ રજુ કરશે.

એક દિવસીય સત્ર સાથે બે બેઠકન પણ મળશે
આજે 15મી વિધાનસભાના એક દિવસીય સત્રમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી થશે. અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડ વરણી થશે. ગઈકાલે તમામ પક્ષના ચુંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધા હતા. આજે વિધાનસભાના એક દિવસીય સત્ર સાથે બે બેઠકન પણ મળશે.  ગુજરાતમાં 15મી વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્ય સરકારે જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો તેને કાયદાનું સ્વરૂપ આપવા વિધાનસભા ગૃહમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટે વિધેયકને આજે રજૂ કરવામાં આવશે. પ્રજાના કામ કરવા માટે ધવલસિંહ ઝાલાએ ભાજપને ટેકો આપ્યો છે.