×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગૂગલના CEO સુંદર પિચાઈ PM મોદીને મળ્યા, કહ્યું આજની શાનદાર મુલાકાત માટે ધન્યવાદ


નવી દિલ્હી, 19 ડિસેમ્બર 2022, સોમવાર

ગૂગલના CEO સુંદર પિચાઈએ આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. સુંદર પિચાઈએ આ મુલાકાત બાદ ખુશી જાહેર કરતાં કહ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ટેકનોલોજી પરિવર્તન જોઈને પ્રેરણા મળે છે. સુંદર પિચાઈ ભારતમાં ગૂગલની સૌથી મોટી ઈવેન્ટ ગૂગલ ફોર ઈન્ડિયાની આઠમી એડિશનમાં સામેલ થવા ભારત આવ્યા હતાં. આ ઈવેન્ટ દિલ્હીના પ્રગતિ મેદાનમાં આયોજિત કરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ સામેલ થયા હતાં. 

G20 અધ્યક્ષતાનું સમર્થન કરવા માટે અમે તત્પર છીએ
ગૂગલ ફોર ઈન્ડિયા ઈવેન્ટ બાદ સુંદર પિચાઈએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે, આજની શાનદાર મુલાકાત માટે ધન્યવાદ.. તમારા નેતૃત્વમાં ટેકનોલોજી પરિવર્તનની તીવ્ર ગતિને જઈને પ્રેરણા મળે છે. આપણી મજબૂત ભાગીદારીને કાયમ રાખવા અને તમામ માટે કામ કરનારા એક જાહેર ઈન્ટરનેટને આગળ વધારવા ભારતની G20 અધ્યક્ષતાનું સમર્થન કરવા માટે અમે તત્પર છીએ. 

આઈટી મંત્રી સાથે પણ મુલાકાત કરી હતી
તેમણે ગૂગલ ફોર ઈન્ડિયા ઈવેન્ટમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે ભારતમાં AIઆધારિત સોલ્યુશનને લઈને ચર્ચાઓ થઈ હતી. પિચાઈએ આઈટી મંત્રી સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, કંઈક એવું બનાવવું આસાન છે જે સમગ્ર દેશમાં ફેલાયેલું હોય અને આ જ એ પ્રસંગ છે જે ભારત પાસે છે. સ્ટાર્ટઅપ કરવા માટે આનાથી કોઈ સારી ક્ષણ નથી. ભલે આપણે હાલમાં મેક્રો ઈકોનોમી સ્થિત કે માધ્યમથી કામ કરી રહ્યાં છીએ.