×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફ્રાન્સ-અર્જેન્ટીના મેચ મુદ્દે ભારતમાં હિંસા, 3 પર ચાકુથી હુમલો, પોલીસ સાથે ઝપાઝપી, 1નું મોત

Image Source by - FIFA

કતાર, તા.19 ડિસેમ્બર-2022, સોમવાર

ફિફા વિશ્વકપની ફાઈનલ મેચમાં અર્જેન્ટીનાએ ફ્રાન્સને હરાવીને ટ્રોફી જીતી લીધી છે. આ રોમાંચક મેચમાં ઘણા ઉલટફેર જોવા મળ્યા. પહેલા એવું લાગ્યું કે અર્જેન્ટીના જીતશે અને ત્યારબાદ મેચ ફ્રાન્સ તરફ પલટી ગઈ. પ્રથમ તબક્કામાં બંને ટીમોનો સ્કોર 2-2 ગોલ પર બરોબરી રહ્યો અને ત્યારબાદ  એકસ્ટ્રા ટાઈમ શરૂ થયો અને તેમાં પણ બંને ટીમે 1-1 ગોલ કરતા બંને ટીમનો સ્કોર 3-3 ગોલની બરાબરી પર પૂર્ણ થયો. ત્યારબાદ પેનલ્ટી શૂટઆટ દરમિયાન અર્જેન્ટીનાએ 4-2થી જીત હાંસલ કરી અને ત્રીજી વખત ટ્રોફી જીતી લીધી.

મેચની ઉજવણી દરમિયાન હિંસક ઘટનાઓ બની

વિશ્વભરમાં આ જીતની ઉજવણી કરવામાં આવી. ભારતમાં પણ લોકોએ આ મેચનો આનંદ ઉઠાવ્યો. મેચ દરમિયાન અર્જેન્ટીના અને મેસ્સીના ચાહકો જીતની ઉજવણી પણ કરી. ખાસ કરીને કેરળમાં અર્જેન્ટીનાની જીતની ખુબ ઉજવણી ખુબ કરાઈ. જોકે આ દરમિયાન હિંસક ઘટનાઓ પણ બની હતી. 

ફ્રાન્સ-અર્જેન્ટીનાના ચાહકો વચ્ચે મારમારી

કેરળના કન્નૂરમાં ફ્રાન્સ અને અર્જેન્ટીનાના ચાહકો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં ચાકુથી હુમલો કરાયો હતો. આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે જણાવ્યું કે, એકની હાલત ગંભીર છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના પલ્લિયામૂલા પાસે બની હતી. અર્જેન્ટીનાના ચાહકે ફ્રાન્સના ચાહક પર કટાક્ષ કર્યો અને ત્યારબાદ હિંસા શરૂ થઈ. આ ઘટનામાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

કોચ્ચીમાં પોલીસ પર હુમલો

આ ઉપરાંત કોચ્ચિ અને તિરુવનંતપુરમમાં પણ હિંસાની કેટલીક ઘટના સામે આવી. અર્જેન્ટીનાની જીત બાદ ઉજવણી કરી રહેલા લોકોને સંભાળવા દરમિયાન પોલીસ ઓફિસર પર હુમલો થયો. પોલીસે જણાવ્યું કે, કોચ્ચીમાં એક સિવિલ પોલીસ અધિકારી સાથે મારપીટ કરવામાં આવી અને તેને રસ્તા પર ઘસેડવામાં આવ્યો. જ્યારે ટ્રાફિકમાં અડચણ બનેલી ભીડને પોલીસ હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આ ઘટના બની હતી. 

તિરુવનંતપુરમમાં સબ-ઈન્સ્પેક્ટર પર હુમલો

તિરુવનંતપુરમ પાસે પોઝિયૂરમાં ફાઈનલ મેચનું સ્ક્રીનિંગ ચાલી રહ્યું હતું ત્યારે એક સબ-ઈન્સ્પેક્ટર પર હુમલો કરવામાં આવ્યો. આ સ્ક્રીનિંગ કાર્યક્રમ દરમિયાન હંગામો મચાવી રહેલા બે યુવકોને ખસેડવા મુદ્દે કોન્સ્ટેબલ પર હુમલો થયો.

17 વર્ષિય સગીરનું મોત

આ ઉપરાંત પોલીસે જણાવ્યું કે, કોલ્લમમાં એક સ્થાનિક સ્ટેડિયમમાંથી અર્જેન્ટીનાના ચાહકો દ્વારા કરાયેલ વિક્ટ્રી માર્ચ કઢાઈ હતી. આ દરમિયાન એક 17 વર્ષિય સગીર અક્ષય કુમરાનું મૃત્યું નિપજ્યું હતું.