×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO: ગુજરાતમાં જીતવું એટલે ગાયનું દૂધ તો કોઈ પણ કાઢી શકે, અમે તો… કેજરીવાલનું નિવેદન વાયરલ

Image Source by - AAP Twitter
નવી દિલ્હી, તા.19 ડિસેમ્બર-2022, સોમવાર

આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરીષદની બેઠક યોજાઈ હતી, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં 5 બેઠકો જીતવી એટલે ‘ગાયનું દૂધ નિકાળવા’ જેવી મુશ્કેલ બાબત છે.

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, અમને એક વર્ષમાં પંજાબ મળ્યું, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ચૂંટણી પણ અમે જીતી, ગોવામાં 2 ધારાસભ્યો અને ગુજરાતમાં 14 ટકા વોટ શેર સાથે અમારા 5 ધારાસભ્યો બન્યા.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘ગુજરાતમાં મળેલી સફળતા સંદર્ભે એક વ્યક્તિએ કહ્યું કે, ગાયનું દૂધ તો કોઈપણ નિકાળી શકે છે, જોકે અમે બળદનું દુધ નિકાળ્યું.’ 2027માં ગુજરાતમાં અમારી સરકાર બનશે. આપને રાષ્ટ્રીય દરજ્જો મળ્યા બાદ રવિવારે પહેલીવાર આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદ અને રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક યોજાઈ હતી. રાષ્ટ્રીય પરીષદમાં પક્ષના નેતાઓએ વિવિધ રાજકીય મુદ્દાઓ પર ચર્ચાઓ કરી અને પ્રસ્તાવ પાસ કર્યો હતો.