×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજકોટમાં ઘેલા સોમનાથના જળાભિષેક માટે 351 ચૂકવવાનો આદેશ, લોકોએ કહ્યું આ તો ધર્મ વિરુદ્ધનો નિર્ણય


image- facebook

રાજકોટ, 19 ડિસેમ્બર 2022, સોમવાર

રાજકોટ જિલ્લામાં આવેલા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવના મંદિરમાં જળાભિષેક કરવા માટે ચાર્જ લેવાનો નિર્ણય લેવાતા ભક્તોમાં આક્રોશ જેવા મળી રહ્યો છે. આ પ્રસિદ્ધ યાત્રા ધામમાં આ નિર્ણય લેવાથી સ્થાનિકો અને જિલ્લાભરના લોકોમાં વિરોધનો સુર ઉભો થઈ રહ્યો છે. જસદણના નાયબ કલેક્ટર અને મંદિર ટ્રસ્ટે સાથે મળીને આ નિર્ણય લેતા જ ભાવિકોમાં રોષ ફેલાયો છે.

જળાભિષેક કરવા માટે 351 રૂપિયાની પહોંચ લેવી પડશે
જસદણના નાયબ કલેક્ટર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે 351 રૂપિયાની પહોંચ લેવી પડશે તેવું બોર્ડ લગાવવામાં આવતાં મહાદેવ ભક્તો નારાજ થયાં છે. બીજી તરફ જસદણમાં આ મંદિર દ્વારા જળાભિષેક માટે પહોંચ લેવાનો નિર્ણય પરત લેવામા નહીં આવે તો સ્થાનિકો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારી હોવાથી તંત્ર પણ દોડતું થઈ ગયું છે. 



મંદિર અને તંત્રનો નિર્ણય ધર્મ વિરૂદ્ધ અને ખોટો છેઃ સ્થાનિકો
આ બોર્ડને લઈને લોકોમાં આક્રોશ છે ત્યારે લોકોએ કહ્યું હતું કે, મંદિર અને તંત્રનો નિર્ણય ધર્મ વિરૂદ્ધ અને ખોટો છે. આ મંદિર એક યાત્રાધામ છે અને નાના માણસો પાસેથી 351 રૂપિયા લેવા એ વ્યાજબી વાત નથી. ઘેલા સોમનાથ મંદિરે દૂર-દૂરથી આવતા ભાવિકોને દાદાની પૂજા-અર્ચના અને જળાભિષેક કરવાનો પૂરો લાભ મળવો જ જોઈએ. તેનો કોઈ ચાર્જ હોવો જ ન જોઈએ.