×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બે કરોડથી વધુની જીએસટીની ચોરીના કેસમાં જ ફોજદારી કાર્યવાહી


- જીએસટી કાઉન્સિલની બેઠકમાં ૮ મુદ્દે ચર્ચા ન થઇ શકી

- સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ પર જીએસટી ઉપરાંત ૨૨ ટકા સેસ લેવાના પરિબળ બેઠકમાં નક્કી કરાયા

- કેસિનો, અશ્વદોડ પરનો વેરો નક્કી ન કરી શકાયો

- 5.5 વર્ષ પછીય એપેલેટ ટ્રીબ્યુનલની રચના કરવાનો સમય ન મળ્યો

અમદાવાદ : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની આજે દિલ્હીમા ંયોજાયેલી બેઠકમાં જીએસટીની રૃા. ૨ કરોડની ચોરી કરનાર સામે કોર્ટ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. જૂની વ્યવસ્થા હેઠળ રૃા. ૧ કરોડની જીએસટીની ચોરી કે ગરબડ કરનાર સામે કોર્ટ કાર્યવાહી કરવાની વ્યવસ્થા હતી. જોકે બોગસ બિલ બનાવીને રૃા. ૧ કરોડની વેરાની ઉચાપત કરનાર સામે કોર્ટકાર્યવાહી કરવાની વ્યવસ્થાને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. આ મર્યાદા રૃા. ૫ કરોડથી વધારીને ૨૦ કરોડની કરવાનો અગાઉ નિર્દેશ આપવામાં આવ્યો હતો. અલબત્ત સૌથી આઘાતજનક બાબત તો એ છે કે જીએસટીની વ્યવસ્થા દાખલ થયાને આજે સાડા પાંચ વર્ષ પૂરા થવા આવ્યા હોવા છતાંય આજે સમય ન હોવાનું કારણ આગળ કરીને નાણાં મંત્રીએ જીએસટી માટ એપેલેટ ટ્રિબ્યુનલ રચવાનો મુદ્દાને સ્પર્શ કર્યા વિના જ જીએસટી કાઉન્સિલની આજની બેઠકનું સમાપન કરી દીધું હતું. જીએસટીમાં એપેલેટ ટ્રિબ્યુલન ન રચાઈ હોવાથી ડેપ્યુટી કમિશનર કે કમિશનર લેવલના અધિકારીઓ કોઈ ઓર્ડર કરે તો તેને પડકારવા માટે વેપારીઓને હાઈકોર્ટમાં વળતો કેસ કરવાનો ખર્ચાળ વિકલ્પનો આશરો લેવો પડી રહ્યો છે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ આજની બેઠકના એજન્ડા પર મૂકેલા ૧૫ મુદ્દામાંથી માત્ર ૮ મુદ્દાઓ પર જ નિર્ણય લઈ શકી હતી. તેમાં સૌથી મહત્વનો અને વેપારીઓને કનડતો એપેલેટ ટ્રીબ્યુનલની રચના કરવાનો મુદ્દો જ કોરાણે રહી ગયો છે. આ જ રીતે ઓનલાઈન ગેમિંગ, કેશિનો અને અશ્વદોડ-ઘોડદોડ પરનો વેરાનો દર નક્કી કરવા અંગે પણ નિર્ણય લઈ શકાયો નહોતો. તેવી જ રીતે પાનમસાલા અને ગુડટાનું ઉત્પાદન કરતી કંપનીઓ પાસેથી જીએસટીની વસૂલી કરવાની ફોર્મ્યુલા નક્કી કરવાને મુદ્દે પણ નિર્ણય લઈ શકાયો નથી.  મેઘાલયના મુખ્યમંત્રી કોનાર્ડ સંગમાએ આ ત્રણ આઈટેમ્સ પરના જીએસટી અંગેનો  અહેવાલ સુપરત કરી દીધો છે, પરંતુ તે અંગે કોઈ જ નિર્ણય લઈ શકાયો નથી. સેડન કારને સેસને પાત્ર ગણવી કે નહિ તે અંગેનો મુદ્દો કેટલાક સભ્યોએ છેડયો હતો. આ તબક્કે એમ.યુ.વી. કાર અંગે ચર્ચા પણ થઈ હતી. 

જોકે સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ (એસયુવી) વાહન પરના જીએસટી ઉપરાંત લેવાતા ૨૨ ટકાના સેસ વસૂલવા માટેની ફોર્મ્યુલા નક્કી કરી આપવામાં આવી છે. આ એસયુવીના એન્જિનની ક્ષમતા ૧૫૦૦ સીસીથી મોટી હોવી જરુરી છે. તેની લંબાઈ ૪૦૦૦ એમએમથી વધુ હોવી જરુરી છે. તેમ જ ગ્રાઉન્ટ ક્લિયરન્સ ૧૭૦ એમએમ કે તેનાથી વધુ હોય તો જ તેના પર ૨૨ ટકા સેસ લાગુ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિટમેન્ટ કમિટી આ અંગે વધુ વિચારણા કરસે તેમ સરકારે જણાવ્યું છે. 

મહેસૂલ સચિવ સંજય પ્રસાદે જણાવ્યું હતું કે ત્રણ પ્રકારના ગુનાઓને કોર્ટકાર્યવાહીને પાત્ર ન ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ત્રણ ગુનાઓમાં કોઈ અધિકારીને તેની ફરજ બજાવતા રોકવાની બાબતનો કે પછી તેમાં અવરોધ ઊભો કરવાની બાબતનો સમાવેશ થાય છે. તદુપરાંત ભૌતિક પુરાવાઓ સાથે ચેડાં કરવાના પગલાંને પણ કોર્ટકાર્યવાહી કરવાને પાત્ર ન ગણવાનો નિર્ણય લેવાયો છે. આ જ રીતે માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ જાય તો પણ તે વ્યક્તિ સામે કોર્ટકાર્યવાહી ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માલ સપ્લાય કર્યા વિના જ બોગસ બિલ બનાવીને રૃા.૧ કરોડની જીએસટીની ચોરી કરનાર સામે કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. અન્ય સંજોગોમાં રૃા. ૨ કરોડથી વધુની જીએસટીની ચોરી કરી હશે તો જ ફોજદારી ધારા હેઠળ કોર્ટ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

જોકે જીએસટીના કેન્દ્રના અધિકારીઓએ ગત સપ્ટેમ્બરમાં રૃા. પ કરોડથી વધુ રકમનો ગુનો બનતો હોય તો તેવા સંજોગોમાં જ ફોજદારી ધારા હેઠળ કોર્ટકાર્યવાહી કરવાની સૂચના આપી હતી. આ મર્યાદા વધારીને રૃા. ૨૦ કરોડ કરવામાં આવશે ત વી ધારણા હતી. પરંતુ આ મર્યાદા વધારવામાં આવી નથી. તેનાથી જીએસટીની ચોરી વધી જવાની દહેશતનેક કારણે આ પગલું લેવાનું ટાલ્યું હોવાનું માનવામાં આવે છે. 

રજિસ્ટ્રેશન ન ધરાવતા વેપારીઓને રિફંડ આપવા નિયમ સુધારશે

વાર્ષિક રૃા. ૨૦ લાખથી ઓછી રકમનું ટર્નઓવર ધરાવતા સર્વિસ પ્રોવાઈડર્સ કે પછી વાર્ષિક રૃા. ૪૦ લાખથી ઓછી રકમનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને રિફંડ મળી શકે તે માટે સીજીએસટી રૂલ્સ ૨૦૧૭માં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરોક્ત બંને કેટેગરીમાં આવતા વેપારીઓ રિફંડ માટે ફોર્મ ભરી શકે તે માટેની પ્રક્રિયા નિયમ મારફતે દર્શાવવામાં આવશે. આ બંને કેટેગરીમાં આવતા વેપારીઓ અનરજિસ્ટર્ડ ડીલર ગણાય છે.

ઇ-કોમર્સના સેક્ટરમાં સક્રિય નાના નાના એકમો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સપ્લાય આપી શકે તે માટે તેમને અનરજિસ્ટર સપ્લાયર તરીકે સક્રિય થવાની પરવાનગી આપશે. પહેલી ઓક્ટોરબ ૨૦૨૩થી આ વ્યવસ્થા દાખલ કરાશે. 

ઇથાયલ આલ્કોહોલ અને કઠોળની ફોતરી પરનો જીએસટી ઘટાડયો

કઠોળની ફોતરી પર લેવામાં આવતો ૫ ટકાનો જીએસટી નાબૂદ કરીને શૂન્ય ટકા કરી દેવામાં આવ્યો છે. આજ રીતે પેટ્રોલમાં ભેળવવા માટે બનતો ઇથાયલ આલ્કોહોલ પરનો જીએસટી ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કરી દેવામાં આવ્યો છે.

રજિસ્ટર્ડ વ્યક્તિને પોતાના અંગત વપરાશ માટે રહેઠાણની પ્રોપર્ટી ભાડે આપી હશે તો તેવા સંજોગોમાં તેના ભાડાંની આવક પર કોઈ જ જીએસટી લગાડવામાં આવશે નહિ તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.