×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અડધો ડિસેમ્બર વીતી ગયો પણ પર્વતો હજી સુધી જોઈ રહ્યા છે હિમવર્ષાની રાહ


- ડિસેમ્બરમાં અત્યાર સુધી હિમાલયના ઉપરના અને નીચલા ભાગોમાં નહિવત હિમવર્ષા  

- વૈજ્ઞાનિકોના મતે અત્યાર સુધીમાં બે હિમવર્ષા થઈ હોવી જોઈએ   

- હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં 97 ટકા વરસાદ અથવા હિમવર્ષાની અછત છે

નવી દિલ્હી,તા.17 ડિસેમ્બર 2022,શનિવાર

ડિસેમ્બર મહિનો અડધો વીતી ગયો. થોડા દિવસો પછી વર્ષ પણ વિદાય લેશે, પરંતુ અત્યાર સુધી લોકોને એવી ઠંડીનો અનુભવ થયો નથી, જે આ મહિનામાં સામાન્ય રહેતી હતી. હવામાનશાસ્ત્રીઓએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગેરહાજરીને કારણે ડિસેમ્બરમાં અત્યાર સુધી હિમાલયના ઉપરના અને નીચલા ભાગોમાં નહિવત હિમવર્ષા થઈ છે. તેની અસર એ થઈ છે કે અડધો ડિસેમ્બર વીતી ગયો હોવા છતાં મેદાની વિસ્તારોમાં ઠંડીની અસર ઓછી જોવા મળી રહી છે.

અત્યાર સુધીમાં બે હિમવર્ષા થઈ હોવી જોઈએ

હવામાનશાસ્ત્રીઓ કહે છે કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછી એકથી બે મધ્યમ હિમવર્ષા થઈ હોવી જોઈએ, પરંતુ હિમાલયના ઘણા શિખરો પર હજુ સુધી બરફ પડ્યો નથી. વૈજ્ઞાનિકોના મતે, સામાન્ય રીતે ઉત્તરપશ્ચિમ ભારતમાં નવેમ્બરમાં બેથી ત્રણ મધ્યમથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ડિસેમ્બરમાં પણ બેથી ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળે છે. જો કે, આ વર્ષે 10 નવેમ્બર પછી કંઈ જોવા મળ્યું નથી, જેના કારણે ડિસેમ્બરના હવામાનમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી.

હિમાચલમાં 97 ટકા હિમવર્ષાની અછત

IMD અનુસાર, હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં 97 ટકા વરસાદ અથવા હિમવર્ષાની અછત છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં 80 ટકા અછત છે. ઉત્તરાખંડમાં પણ વરસાદ કે હિમવર્ષા થઈ નથી. વરિષ્ઠ હવામાનશાસ્ત્રી આરકે જેનામણી કહે છે કે આ વખતે હિમાલયના ઉપરના વિસ્તારોમાં પણ ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થઈ નથી. આ એટલા માટે છે કારણ કે નવેમ્બરથી આ પ્રદેશ પર કોઈ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય નથી.