×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત ચૂંટણી : મોટી બેઠકો સાથે AAPએ વધુ 20 મૂરતિયાઓના નામ જાહેર કર્યા

અમદાવાદ,તા.20 ઓક્ટોબર 2022,ગુરૂવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે ચૂંટણી ગરમાવો જામી રહ્યો છે. વાત-વિવાદોનો માર વધી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ અને ભાજપ દ્વારા દિલ્હી મોવડીમંડળને ઉમેદવારીઓની પ્રથમ સંભવિત યાદી મોકલવામાં આવી હોવાના અહેવાલ વચ્ચે આમ આદમી પાર્ટી ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે.

ગુજરાત ઈલેક્શનને લઈને ઉમેદવારો જાહેર કરતી આ છઠ્ઠી યાદીમાં વધુ 20 નામ બહાર આવ્યા છે. ગોપાલ ઈટાલિયાએ છઠ્ઠી યાદી જાહેર કરતા કુલ 73 ઉમેદવારોના નામની ઘોષણા થઈ ચૂકી છે.

સૌથી મોટા નામ પર નજર કરીએ તો મહેસાણા બેઠક એટલેકે વર્તમાન MLA નીતિન પટેલની બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ભગત પટેલ પર વિશ્વાસ બતાવ્યો છે. આ સિવાય કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની સામે વડગામથી દલપય ભાટિયાનું નામ જાહેર કર્યું છે.

રસપ્રદ એ છે કે ગુજરાતન વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક પર પણ આપે વિજય પટેલને ટિકિટ આપી છે. જૂનાગઢ બેઠક પર ચેતન ગજેરા અને વિસાવદર બેઠક પર ભૂપત ભાયાણીનું નામ જાહેર કર્યું છે.