×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંથી એક પાકિસ્તાન': બાઈડન


- બાઈડને આ વાત ડેમોક્રેટિક કોંગ્રેસની અભિયાન સમિતિના સ્વાગત સમારોહમાં કહી હતી

નવી દિલ્હી, તા. 15 ઓક્ટોબર 2022, શનિવાર

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પાકિસ્તાનને લઈને ખૂબ જ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે, કદાચ વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંથી એક પાકિસ્તાન છે. વ્હાઈટ હાઉસે બાઈડનનું આ નિવેદન જાહેર કર્યું છે. બાઈડને આ વાત ડેમોક્રેટિક કોંગ્રેસની અભિયાન સમિતિના સ્વાગત સમારોહમાં કહી હતી. 

ગયા મહિને 8 સપ્ટેમ્બરના રોજ બાઈડન વહીવટીતંત્રે ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયને પલટાવતા F-16 ફાઈટર જેટ માટે પાકિસ્તાનને 45 કરોડ ડોલરના (રૂ. 3,651 કરોડ) ના સાધનોની ખરીદીને મંજૂરી આપી હતી. આ નિર્ણયને ભારત માટે મોટો ઝાટકો ગણવામાં આવ્યો હતો. 

પાકિસ્તાનને સૈન્ય સહાયતા આપવા બદલ ભારતે વાંધો ઉઠાવ્યો હતો. રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેમના અમેરિકન સમકક્ષ લોયડ ઓસ્ટિનને ફોન કરીને કહ્યું હતું કે, ભારતના હિતને અસર થશે. ત્યારબાદ અમેરિકાના આસિસ્ટન્ટ ડિફેન્સ સેક્રેટરી એલી રેટનરે કહ્યું કે, પાકિસ્તાનને મંજૂર કરવામાં આવેલી મદદ ભારતને કોઈ પણ પ્રકારનો સંદેશ મોકલવા માટે નથી. અમેરિકાના હિતોને ધ્યાનમાં રાખીને અને પાકિસ્તાન સાથેના સૈન્ય સહયોગ હેઠળ આ સહાયને મંજૂરી આપવામાં આવી છે. આનાથી પાકિસ્તાનના પરમાણુ હથિયારોનું પણ રક્ષણ થશે.

રાષ્ટ્રપતિ બાઈડને પાકિસ્તાનને સીધો ખતરનાક દેશ ગણાવ્યો છે. તેમનું આ નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ છે તે પણ એવા સમયે જ્યારે બાઈડને પોતે રશિયાની ધમકી બાદ કહ્યું છે કે, તેઓ પણ કડક કાર્યવાહી કરવાનું ચૂકશે નહીં.

વ્હાઈટ હાઉસની વેબસાઈટ પર પ્રકાશિત એક ટ્રાન્સક્રિપ્ટમાં બાઈડનના હવાલે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે, મને લાગે છે કે, પાકિસ્તાન કદાચ વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંથી એક છે. જે કોઈપણ સામંજસ્ય વગર પરમાણુ હથિયારો રાખે છે. અમેરિકી રાષ્ટ્રપતિની આ ટિપ્પણી વૈશ્વિક સ્તરે બદલાતી ભૂ-રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે અને દેશો પોતાના ગઠબંધન પર પુનર્વિચાર કરી રહ્યા છે.