×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોસ્કોથી દિલ્હી આવતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી બાદ એરપોર્ટ પર એલર્ટ


નવી દિલ્હી, તા. 14 ઓક્ટોબર 2022 શુક્રવાર

દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર મોસ્કોથી દિલ્હી આવતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળવાથી અફરાતફરી મચી ગઈ છે. વિમાનની લેન્ડિંગથી લઈને મુસાફરોની સુરક્ષાને જોતા સાવચેતીના પગલે એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. અત્યાર સુધી કંઈ પણ શંકાસ્પદ મળ્યુ નથી.

પોલીસના અધિકારીઓએ જણાવ્યુ કે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) શુક્રવારે રશિયાની રાજધાની મોસ્કોથી દિલ્હી આવતી એક ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી. અધિકારીઓએ જણાવ્યુ કે CISFને સંબંધિત ફ્લાઈટમાં બોમ્બ હોવાની ચેતવણી આપતો એક ઈમેલ મળ્યો હતો. 


ઈમેલમાં જણાવાયુ હતુ કે આજે 3:20 વાગે જે ફ્લાઈટ SU 232 (Moscow to Delhi) T3 પર આવી રહી છે. તેમાં બોમ્બ છે. જે બાદ બોમ્બ સ્કવોડ અને અન્ય રેસ્ક્યુ દળોને મોકલવામાં આવી અને વિમાનને રનવે 29 પર લેન્ડ કરાયુ. ફ્લાઈટમાંથી 386 મુસાફર અને 16 ક્રૂ મેમ્બરને ઉતારવામાં આવ્યા.

સમગ્ર મામલે તપાસ ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્લેનની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં કંઈ શંકાસ્પદ મળ્યુ નથી. વિમાનને અલગ ઉભુ કરી દેવાયુ છે.