×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફેડરલ રિઝર્વના પૂર્વ ચેરમેન સહિત 3 અમેરિકનોને અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત


નવી દિલ્હી,તા. 10 ઓક્ટોબર 2022, સોમવાર

નોબેલ પ્રાઈઝમાં આજે અર્થશાસ્ત્ર ક્ષેત્રે અમેરિકાના દિગ્ગજ અર્થશાસ્ત્રીઓને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા છે. 2022ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર માટે સોમવારે ફેડરલ રિઝર્વના ભૂતપૂર્વ અધ્યક્ષ સહિત ત્રણ યુએસ અર્થશાસ્ત્રીઓની પસંદગી કરવામાં આવી છે. તેમને આ એવોર્ડ અર્થવ્યવસ્થામાં બેંકોની ભૂમિકા સમજાવવા અને કપરી પરિસ્થિતિમાં તેમના કાર્યપ્રણાલીની રૂપરેખા રજૂ કરતા રિસર્ચ માટે આપવામાં આવ્યા છે.

બેન બર્નાન્કે(Ben Bernanke) ડગલસ ડાયમંડ (Douglas Diamond) અને ફિલિપ ડિબિવગને (Philip Dybvig)ને અર્થવ્યવસ્થામાં ખાસ કરીને નાણાકીય પડકારો દરમિયાન બેંકોની સમજ અને તેમના વિશેષ યોગદાન બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સાથે જ તેમણે નાણાકીય બજારોનું નિયમન કેવી રીતે કરવું તે પણ સમજાવ્યું હતુ.

બેન એસ. બર્નાન્કે(Ben S. Bernanke): 1953માં યુએસએના ઓગસ્તાના બેનનો જન્મ થયો હતો અને તેમણે 1979માં કેમ્બ્રિજની મેસાચુસેટ્સ યૂનિવર્સિટીમાંથી પીએચડી કર્યું હતું. તે વોશિંગ્ટનમાં બ્રુકિંગ્સ ઈન્સ્ટિટ્યૂટમાં સિનિયર ફેલો છે. તેઓ વિશ્વની સૌથી મોટી સેન્ટ્રલ બેંક, યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન રહી ચૂક્યાં છે.

ડગ્લસ ડબલ્યુ. ડાયમંડ: 1953માં જન્મેલા ડગ્સલે 1980માં યેલ યુનિવર્સિટીમાંથી પીએચડીની પદવી મેળવી હતી. તેઓ શિકાગો યુનિવર્સિટી અને બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાં ફાઇનાન્સના પ્રોફેસર છે.

ફિલિપ એચ. ડેબવિગ: ફિલિપનો જન્મ 1955માં થયો હતો. તેમણે 1979માં યેલ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું હતું. તે વોશિંગ્ટન યુનિવર્સિટીઅને ઓલિન બિઝનેસ સ્કૂલમાં બેન્કિંગ અને ફાયનાન્સના પ્રોફેસર છે.


આ એવોર્ડમાં 10 મિલિયન સ્વીડિશ ક્રોનર (અંદાજે નવ મિલિયન યુએસ ડોલર)નું રોકડ પુરસ્કાર આપવામાં છે. આ એવોર્ડ 10 ડિસેમ્બરે આપવામાં આવશે. નોબેલ સમિતિએ જણાવ્યું કે 1980ના દાયકામાં આ અર્થશાસ્ત્રીઓના સંશોધનોએ સમજાવ્યું હતું કે નાણાંકીય બજારોના વિકેન્દ્રિકરણનું મહત્વ અને બેંકના પતનથી બચવું શા માટે મહત્વપૂર્ણ છે તે અંગેની સમજ અને જરૂરિયાતનો પાયો નાખ્યો હતો.

અન્ય નોબેલ પ્રાઈઝથી વિપરીત આલ્ફ્રેડ નોબેલના 1895ના વસિયતનામામાં અર્થશાસ્ત્રના પુરસ્કારનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો પરંતુ સ્વીડનની સેન્ટ્રલ બેંક દ્વારા તેમની સ્મૃતિમાં આ અર્થશાસ્ત્રમાં નોબેલ પારિતોષિકની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ વિજેતા 1969માં જાહેર કરાયા હતા.