×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તર પ્રદેશમાં જુલૂસ દરમિયાન દુર્ઘટના ઘટી, કરંટ લાગવાથી 6ના મોત


- સીએમ યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું 

બહરાઈચ, તા. 09 ઓક્ટોબર 2022, રવિવાર

ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં બારાવફાતના જુલૂસ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ જુલૂસમાં હાઈવોલ્ટેજ કરંટની લપેટમાં આવવાથી 6 લોકોના મોત થયા છે અને 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર જણાતા તેમને લખનઉ રેફર કરવામાં આવ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સીએમ યોગીએ ડીએમ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા હતા.


આ ઘટના બહરાઈચ જિલ્લાના નાનપરા વિસ્તારના ભગડવા માસૂપુર ગામની છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જુલૂસની લારીમાં લોખંડનો સળિયો હાઈ ટેન્શન ઈલેક્ટ્રીક વાયર સાથે ટચ થઈ ગયો હતો. લોખંડનો સળિયો હાઈ ટેન્શન વાયર સાથે અથડાતા જ હાથગાડીમાં કરંટ નીચે આવ્યો હતો અને સાત લોકો તેની લપેટમાં આવી ગયા હતા. જેમાં 6 લોકોના મોત થઈ ગયા હતા.

જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, જુલૂસ રાત્રે 2:00 વાગ્યે સમાપ્ત થયું ગયું હતું. પીડિતોના સંબંધીઓએ જણાવ્યું કે સવારે 4:00 વાગ્યાની આસપાસ આ છોકરાઓ પાઈપ લાગેલ લારીને પડોશી ગામમાં લઈ જતા હતા ત્યારે તેઓ હાઈ-ટેન્શન લાઈનની પકડમાં આવી ગયા હતા. એકબીજાને બચાવવા જતાં પાંચ લોકોના મોત થયા હતા. પરિવારે પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડી દીધી છે. તેમનું કહેવું છે કે, અકસ્માત અચાનક થયો અને તેમાં કોઈની ભૂલ નથી. સ્થળ પર પોલીસ ફોર્સ તૈનાત છે.