×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુપી-ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી, 20થી વધુ રાજ્યોમાં IMDનું યલો એલર્ટ


- યુપી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 12 ઓક્ટોબર સુધી 49 જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે.

નવી દિલ્હી, તા. 09 ઓક્ટોબર 2022, રવિવાર

ઉત્તરથી દક્ષિણ ભારતના ઘણા રાજ્યો વરસાદથી બેહાલ છે. દિલ્હી-એનસીઆરથી લઈને મુંબઈ સુધીના વિવિધ શહેરોમાં વરસાદ બંધ નથી થઈ રહ્યો. બીજી તરફ પર્વતીય રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ, નોઈડા, ગ્રેટર નોઈડા સહિત એનસીઆરમાં ગઈકાલથી વરસાદ પડી રહ્યો છે. દિલ્હી-NCRમાં ભારે અને ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, તેલંગાણા, પુડુચેરી, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, મિઝોરમ ત્રિપુરા, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યો માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


યુપીના 49 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ

યુપીના ઘણા રાજ્યો માટે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. ઉત્તર પ્રદેશમાં આગામી બે દિવસ ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. યુપી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 12 ઓક્ટોબર સુધી 49 જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ ગોંડા, બલરામપુર, સિદ્ધાર્થ નગર, બહરાઈચ, બસ્તી, મહારાજગંજ, બારાબંકીમાં ભારે વરસાદ પડી શકે છે. 

20થી વધુ રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ

IMD એ દેશના 20 થી વધુ રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે, યુપી-ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય આગામી ત્રણ-ચાર દિવસ સુધી હવામાનમાં કોઈ ફેરફાર નહીં થશે.

દિલ્હીમાં અનેક જગ્યાએ પાણી ભરાયા 

દિલ્હીમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી કેટલાક કલાકો સુધી ગાઝિયાબાદ, ઈન્દિરાપુરમ, છપરાલા, નોઈડા, દાદરી, ગ્રેટર નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ, માનેસર, બલ્લબગઢ સમગ્ર દિલ્હી અને એનસીઆરમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે.

સમગ્ર મહારાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ

હવામાન વિભાગે સમગ્ર મહારાષ્ટ્રમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.