×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

….તો હું ગેહલોત સરકારનો પણ વિરોધ કરત: અદાણી મામલે રાહુલનો જવાબ

નવી દિલ્હી,તા.8 ઓક્ટોબર 2022,શનિવાર

ભારત જોડો યાત્રાના 31મા દિવસે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા.

ભાજપ પર આકરા શબ્દપ્રહારો કરતા તેમણેક હ્યુ હતુ કે, કોંગ્રેસ અને તેના નેતાઓએ આઝાદીની લડાઈ લડી હતી. મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરૂ, સરદાર પટેલે દેશ માટે જીવ આપ્યો હતો અને બીજી તરફ મારી સમજ છે ત્યાં સુધી આરએસએસ અંગ્રેજોની મદદ કરી રહ્યુ હતુ. સ્વતંત્રતાની લડાઈમાં ભાજપનુ ક્યાંય યોગદાન નહોતુ.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, અમે આરએસએસ અને ભાજપ દ્વારા ફેલાવાતી નફરતાનો વિરોધ કરી રહયા છે અને ભાજપને જોડવા માટે નિકળ્યા છે.

પીએફઆઈના સવાલ પર તેમણે કહ્યુ હતુ કે, એનાથી કોઈ ફરક પડતો નથી કે નફરત ફેલાવનાર વ્યક્તિ કોણ છે અને કયા સમુદાયમાંથી આવી છે. નફરત અને હિંસા ફેલાવવી એ રાષ્ટ્ર વિરોધી કામ છે અને અમે એવા લોકો સામે લડી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી બંધારણ પર વિશ્વાસ રાખીને ચાલનારી પાર્ટી છે.છે.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, હું ઉદ્યોગપતિઓના વિરોધમાં નથી. હું મોનોપોલીનો વિરોધ કરૂ છું. રાજસ્થાન સરકાર જો ગૌતમ અદાણીને ખોટી રીતે બિઝનેસ આપશે તો હું તેનો પણ વિરોધ કરીશ.ગૌતમ અદાણીએ રાજસ્થાનમાં 60000 કરોડ રૂપિયાના રોકાણનો પ્રસ્તાવ મુકયો છે અને આવા પ્રસ્તાવનો કોઈ સીએમ વિરોધ નહીં કરે. રાજસ્થાનના મુખ્યમત્રીએ પોતાની રાજકીય શક્તિનો દુરપયોગ કર્યો નથી.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, ભારત જોડો યાત્રા દરમિયાન હું ખેડૂતો, મજૂરો અને નાના વેપારીઓને મળ્યો છું. તેઓ મોંઘવારીથી પરેશાન છે. અમે સરકારની નવી શિક્ષણ નીતિનો પણ વિરોધ કરી રહ્યા છે. કારણકે આપણા ઈતિહાસ અને સંસ્કૃતિને આ નીતિ બરબાદ કરી રહી છે.

રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી અંગે કહ્યુ હતુ કે, શશી થરૂર અને મલિલ્કાર્જુન ખડગે પાસે પોતાનો અલગ અલગ દ્રષ્ટિકોણ છે. મને નથી લાગતુ કે આમાંથી કોઈ ગાંધી પરિવારના રિમોટ દ્વારા કંટ્રોલ થશે. આવો સવાલ ઉઠાવવો પણ આ બંને નેતાઓનુ અપમાન છે.