×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોંઘવારી સામે માત્ર વ્યાજ દર વધવાથી મંદી આવશે: યુ એન


ઊંચા વ્યાજ દરથી દુનિયાના અર્થતંત્ર ઉપર અને ખાસ કરીને વિકાસશીલ રાષ્ટ્રો ઉપર જોખમ વધી રહ્યું છે એવી ચેતવણી સંયુક્ત રાષ્ટ્ર સંઘે આપી હતી અને મોટા દેશોને મોંઘવારી નાથવા માટે નવી રણનીતિ ઘડી કાઢવા હાકલ કરી હતી.

યુનાઇટેડ નેશનસ ટ્રેડ એન્ડ ડેવલપમેટ એજન્સીએ પોતાના વાર્ષિક અહેવાલ સાથે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સતત વ્યાજ દર વધારવાથી આર્થિક અસ્થિરતા કે સ્ટેગફ્લેશનની સ્થિતિ પેદા થઈ શકે છે.  સ્ટેગફેલશન એટલે એવી સ્થિતિ જેમાં ઊંચા ફુગાવા સાથે આર્થિક વિકાસ દર એક જગ્યાએ સ્થિર થઈ જાય છે.

આ રિપોર્ટમાં જણાવ્યું છે કે સતત વધતા વ્યાજ દરથી આર્થિક મંદી ટાળ્યા સિવાય મોંઘવારી કાબૂમાં આવશે એની પાછળનો તર્ક અવ્યવહારુ અને જુગારી માનસિકતા છે 

અમેરિકન ફેડરલ રિઝર્વ સહિતના દેશો સતત વ્યાજ દર વધારી રહ્યા છે તેનાથી ઉભરતા અર્થતંત્ર અને ખાસ કરીને જ્યાં દેવું વધારે છે તેવા દેશો ઉપર મોટું જોખમ ઉભુ કરી શકે છે 

સંસ્થાએ વિકલ્પ તરીકે જણાવ્યું હતું કે મોટી કંપનીઓ ઉપર ટેકસ વધારી, કોમોડિટીઝમાં સટ્ટો અટકાવી કે ચીજોનો પુરવઠો વધારીને પણ ફુગાવો કાબૂમાં લઈ શકાય છે.

ફુગાવો ઘટાડવા માટે માત્ર એક જ હથિયારનો ઉપયોગ કરશો તો વિશ્વની અર્થવ્યવસ્થા ધીમી પડશે અને મંદી આવશે.