×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતનો 4.7 અબજ ડોલરનો સૌથી મોટી ફિનટેક મર્જર PayU-BillDesk સોદો રદ્દ

અમદાવાદ,તા.03 ઓક્ટોબર 2022,સોમવાર

ભારે વિરોધ અને રેગ્યુલેટરી અવરોધો પાર પાડીને ગત મહિનાની શરૂઆતમાં જ સીસીઆઈની મંજૂરી મેળવનાર પેયયુ-બિલડેસ્ક સોદો અંતે રદ્દ થયો છે. PayUએ લગભગ એક વર્ષ પહેલા 31 ઓગસ્ટ 2021ના રોજ 4.7 અબજ ડોલરમાં બિલડેસ્કના હસ્તાંતરણની જાહેરાત કરી હતી. સોદાને હજી આરબીઆઇની મંજૂરી બાકી હતી તેવામાં જ આ સોદો રદ્દ કરવાની જાહેરાત થઈ છે.

પ્રોસસ સમર્થિત પેયયુએ બિલડેસ્કના સંપાદનને રદ કરતા ભારતીય ફાઈનાન્શિયલ ટેક્નોલોજી ક્ષેત્રના સૌથી મોટો મર્જર અને એક્વિઝિશન સોદો પડી ભાંગ્યો છે. સોમવારે જારી કરાયેલા એક નિવેદનમાં પ્રોસસે જણાવ્યું કે “આ ટ્રાન્ઝેક્શન રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ સોદો રદ્દ કરવાના પ્રસ્તાવને પણ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા સહિતની રેગ્યુલેટરીઓ મંજૂરીનો જરૂરી રહેશે. પેયયુને 5 સપ્ટેમ્બર, 2022ના રોજ આ સોદા માટે સીસીઆઈની મંજૂરી મળી હતી. જોકે 30 સપ્ટેમ્બર, 2022 સુધીની લાંબી કાર્યવાહીમાં કેટલીક શરતો પૂરી ન થતા કરારની શરતો અનુસાર આપમેળે સમાપ્ત થયો છે. આરબીઆઈની મંજૂરી પ્રક્રિયામાં ઓછામાં ઓછા 45 દિવસનો સમય લાગવાનો હતો.

જો આ સોદો પૂરો થાત તો ભારતમાં પેયયુનું આ ચોથું સંપાદન હોત. અગાઉ કંપનીએ 2016માં સાઇટ્રસ પે, 2019માં બિમ્બો અને 2020માં પેસેન્સ હસ્તગત કરી હતી અને ભારતની સંપૂર્ણ ફિનટેક ઇકોસિસ્ટમ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ભારતમાં લાંબાગાળાના રોકાણકાર અને ઓપરેટર પ્રોસસ 2005થી ભારતીય ટેક્નોલોજી કંપનીઓમાં લગભગ 6 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. તેના કેટલાક અન્ય રોકાણોમાં મેશો, બાયઝુસ, ડીહાટ, મેન્સા બ્રાંડ અને ગુડ ગ્લેમ ગ્રુપનો સમાવેશ થાય છે.

વધુ વાંચો : દેશની બીજી સૌથી મોટી ઈન્ટરનેટ ડીલને CCIની મંજૂરી : BillDeskને 4.7 અબજ ડોલરમાં ખરીદશે PayU