×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરકારે ગેસના ભાવ વધાર્યા: અદાણીએ વાહનોમાં વપરાતા CNGના ભાવમાં વધારો કર્યો


- 18મી ઓગષ્ટના રોજ અદાણીએ CNGના ભાવમાં ઘટાડો કર્યો હતો ત્યારે CNGનો ભાવ 83.90 થયો હતો

નવી દિલ્હી, તા. 01 ઓક્ટોબર 2022, શનિવાર

અદાણીએ ફરી એક વખત CNGના ભાવમાં વધારો કર્યો છે. CNGના ભાવમાં પહેલા ઘટાડો કરવામાં આવ્યો હતો. જે બાદ આજે ફરીથી તેમાં વધારો કરવામાં આવ્યો છે.આજે CNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજે 3 રૂપિયાનો વધારો થતા CNGનો ભાવ 89.90 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. 18મી ઓગષ્ટના રોજ અદાણીએ CNGના ભાવમાં ઘટાડો કર્યો હતો ત્યારે CNGનો ભાવ 83.90 થયો હતો. હવે આજે ફરીથી ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે આ ભાવ 86.90 રુપિયા પ્રતિ કિલો થયો છે.

ગઈ કાલે એડમિનિસ્ટર્ડ પ્રાઈસ મિકેનિઝમ હેઠળ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સને આપવામાં આવતા ગેસના એમએમબીટીયુ દઠ ભાવમાં એક સામટો 40 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો હતો. તેની અસર  હેઠળ મોટર વેહિકલમાં ઇંધણ તરીકે વપરાતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના ભાવમાં પણ આગામી દિવસોમાં વધારો આવી શકે છે. તેવી જ રીતે શહેરી વિસ્તારોમાં ઘર ઘરના રસોડામાં પ્વેસી ચૂકેલા પાઈપ્ડ નેચરલ ગેસના ભાવમાં પણ ખાસ્સો વધારો થઈ જવાની ધારણા છે. 

આંતરરરાષટ્રીય બજારમાં બ્રિટીશ થર્મલ યુનિટદીઠ ભાવ થોડા દિવસમાં 6.1 અમેરિકી ડોલરથી વધુ 8.57 ડોલર થઈ ગયા છે.મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ પ્લાનિગ અને એનાલિસિસ સેલના એક આદેસમાં જણાવ્યા મુજબ રિલાયન્સ લિમિટેડ  તથા તેમના ભાગીદારને નવા ગેસ ક્ષેત્રમાંથી નીકળતા ગેસના આપવામાં આવતા ભાવ પણ એમએમબીટીયુ દીઠ 9.92 અમેરિકી ડોલરથી વધારીને 12.6 ડોલર કરી આપવામાં આવ્યા છે. એડમિનિસ્ટર્ડ પ્રાઈસ મિકેનિઝમ હેઠળ રિલાયન્સે આપવામાં આવેલો ભાવ આજની તારીખ સુધીમાં આપવામાં આવેલો ઊંચામાં ઊંચો ભાવ છે. એપ્રિલ 2019 પછી એપીએમ ગેસના ભાવ ત્રીજીવાર વધારવામાં આવ્યા હતા.