×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિગ્ગી રાજા નહીં લડે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી, જાણો શું કહ્યું


- કોંગ્રેસના બંડખોર ગણાતા G-23 જૂથે પણ પોતાનો ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય લીધો

નવી દિલ્હી, તા. 30 સપ્ટેમ્બર 2022, શુક્રવાર

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે નામાંકનની આજે અંતિમ તારીખ છે. પાર્ટીના આ મહત્વના પદ માટે જામેલી ખેંચમ-તાણમાંથી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત બહાર થઈ ગયા છે. ત્યારે હવે દિગ્વિજય સિંહે પણ પોતે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી છે. 

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની રેસમાં મલ્લિકાર્જુન ખડગનું નામ પણ સામેલ થયું ત્યાર બાદ દિગ્વિજય સિંહે આ નિર્ણય જાહેર કર્યો છે. આમ કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસી સાંસદ શશિ થરૂર વચ્ચે રસાકસી જામવાની શક્યતા છે. 

દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે, તેમને ખડગે પણ અધ્યક્ષ પદની ચૂંટણી લડી રહ્યા છે તેવી જાણ થઈ એટલે તેમણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે. વધુમાં એમ પણ કહ્યું હતું કે, મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને તેઓ તેમનો ખૂબ જ આદર કરે છે માટે તેઓ ખડગેને સમર્થન (નામાંકન ભરવામાં) આપશે. તેઓ ખડગેના પ્રસ્તાવક બનશે. 

આ પણ વાંચોઃ 'તેરા જાદુ ચલા ગયા', ગેહલોતે સોનિયાની માફી માગી, પ્રમુખપદની રેસમાંથી પણ બહાર

કોંગ્રેસના બંડખોર ગણાતા G-23 જૂથે પણ પોતાનો ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, આગામી 17 ઓક્ટોબરના રોજ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી યોજાવાની છે અને 19મી તારીખે પાર્ટીને નવા અધ્યક્ષ મળવાના છે. આજે નામાંકન દાખલ કરવા માટેનો અંતિમ દિવસ છે અને નામાંકન પાછું ખેંચવા માટેની અંતિમ તારીખ 8મી ઓક્ટોબર છે. 

આ પણ વાંચોઃ કોંગ્રેસના પ્રમુખ પદની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડ્યું, પરિણામ સુધીની તારીખો જાહેર