×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જીસસ ક્રાઈસ્ટ જ અસલી ભગવાન,રાહુલ ગાંધી-પાદરીની વાતચીત મુદ્દે ભાજપે સાધ્યુ નિશાન

નવી દિલ્હી,તા.10 સપ્ટેમ્બર 2022,શનિવાર

કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈને હવે નવો વિવાદ સર્જાયો છે.

રાહુલ ગાંધીએ શુક્રવારે પોતાની યાત્રા દરમિયાન કેથોલિક ચર્ચના કેટલાક પાદરીઓ સાથે એક બેઠક યોજી હતી. જેમાં વિવાદિત પાદરી જયોર્જ પોન્નૈયા પણ હાજર હતા.આ બેઠકની એક વિડિલો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં રાહુલ ગાંધી પાદરીને સવાલ કરી રહ્યા છે કે શું જિસસ ક્રાઈસ્ટ ઈશ્વરનુ જ એક સ્વરૂપ છે? શું આ વાત સાચી છે? ત્યારે જવાબમાં પાદરી  જયોર્જ પોન્નૈયા કહે છે કે, હાં તે અસલી ઈશ્વર છે અને શક્તિઓ( હિન્દુ દેવી )જેવા નથી.

રાહુલના સવાલ અને મળેલા જવાબ બાદ હવે ભાજપે આ મુદ્દે પણ કોંગ્રેસ પ્રહારો શરૂ કર્યા છે. ભાજપે કહ્યુ છે કે, રાહુલ ગાંધી  ભારત જોડો નહીં પણ ભારત તોડો યાત્રાએ નિકળ્યા છે ત્યારે કોંગ્રેસનુ કહેવુ છે કે, ભારત જોડો યાત્રાથી હતાશ થઈ ચુકેલી ભાજપે ફરી અટકચાળુ કર્યુ છે.

ઉલ્લૈખનીય છે કે,  જયોર્જ પોન્નૈયાનો વિવાદિત નિવેદન આપવાનો ઈતિહાસ રહ્યો છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં તેમણે પીએમ મોદી તેમજ ગૃહ મંત્રી અમિત શાહ તથા ડીએમકે સરકારના મંત્રીઓ સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.