×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોલકાતામાં ટ્રાન્સપોર્ટ કારોબારીના ઘરે EDના દરોડા, બેહિસાબી નાણા મળ્યા


- સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીના અધિકારીઓ નિસાર ખાન અને તેના પરિવારના સભ્યોની પૂછપરછ કરી રહ્યા છે

કોલકાતા, તા. 10 સપ્ટેમ્બર 2022, શનિવાર

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ફરી મોટી માત્રામાં રોકડ મળી આવ્યા છે. ખાટલા નીચેથી 500 અને 2000 રૂપિયાની નોટોની થેલીઓ મળી આવી છે. સવારે EDની ટીમે ગાર્ડનરિચમાં ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય ધરાવતા નિસાર ખાનના ઘરે દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્યાંથી મોટા પ્રમાણમાં રોકડ મળી આવ્યા છે. 500 અને 2000 રૂપિયાના ઘણા બંડલ ખાટલા નીચે પ્લાસ્ટિકના પેકેટમાં વીંટાળેલા મળી આવ્યા છે. નોંધનીય વાતક એ છે કે, ટ્રાન્સપોર્ટરના ઘરમાંથી મળેલા પૈસા કોઈ રીતે કોલસો કે ગાયની તસ્કરી સાથે સબંધિત થે કે, નહીં તેના પર EDના અધિકારીઓએ મોં નથી ખુલ્યું.

કોલકાતાના ગાર્ડનરિચના શાહી સ્ટેબલ લેનમાં નિસાર ખાનનું ઘર કેન્દ્રીય દળોએ ઘેરી રાખ્યું છે. સાલ્ટલેક સ્થિત સીજીઓ કોમ્પલેક્સમાંથી EDના વધુ અધિકારીઓ વેપારીના ઘરે જવા માટે રવાના થઈ ગયા છે. 


ટ્રાન્સપોર્ટરના ઘરે પલંગ નીચેથી મળી નોટોની થોકડી

EDના અધિકારીઓએ ગાર્ડનરિચમાં એક ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ધરાવતા નિસાર ખાનના ઘરેથી મોટા પ્રમાણમાં પૈસા મળી આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમામે નિસારના બે માળના મકાનમાં પલંગની નીચેથી પ્લાસ્ટિકની થોકડીમાં લપેટેલા 500ની નોટોના ઘણા બંડલ મળી આવ્યા હતા. 2000 રૂપિયાની નોટોનું એક બંડલ મળ્યું હતું. શનિવારે સવારે EDના અધિકારીઓએ કોલકાતામાં 3 સ્થળો પર સંયુક્ત અભિયાન શરૂ કર્યું હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે પાર્ક સ્ટ્રીટ નજીક મૈકલિયોડ સ્ટ્રીટ પર ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. બાકી બે દરોડા બંદરગાહથી અડેલા વિસ્તાર અને ગાર્ડનરિચના શાહી સ્થિર વિસ્તારમાં પાડવમાં આવ્યા છે.

EDના અધિકારીઓએ નિસારના પરિવારની પૂછપરછ શરૂ કરી છે

આ દરમિયાન આખું ઘર સીઆરપીએફ જવાનોથી ઘેરાયેલું છે. આ સાથે જ સમગ્ર વિસ્તારમાં વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ED પહેલા જ બેંક અધિકારીઓનો સંપર્ક કરી ચૂકી છે. પૈસા ગણવાનું મશીન પણ લાવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. રિકવર કરાયેલા નાણાં મોટાભાગે બિનહિસાબી છે. જો કે, આ પૈસા ક્યાંથી આવ્યા અને કેવી રીતે આવ્યા તે અંગે તેઓ કોઈ માહિતી આપી શક્યા ન હતા. આ કારણથી સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીના અધિકારીઓ નિસાર ખાન અને તેના પરિવારના સભ્યોની પૂછપરછ કરી રહ્યા છે.