×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિશ્વમાં સૌથી મોટું પાંચમું અર્થતંત્ર પણ માનવ વિકાસમાં 132માં ક્રમે

નવી દિલ્હી તા. 8 સપ્ટેમ્બર 2022,ગુરૂવાર

વર્ષ ૨૦૨૧ના માનવ વિકાસના દુનિયાના રેન્કિંગ આપતા યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)ના અહેવાલ અનુસાર વિશ્વના ૧૯૧ દેશોમાં ભારતનો ક્રમ ૧૩૨મો આવ્યો છે. આ સપ્તાહે જ ભારત બ્રિટનને પાછળ રાખી વિશ્વની પંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે ત્યારે માનવવિકાસમાં આવેલો નીચો ક્રમ પુરવાર કરે છે કે સંકલિત વિકાસ અને અર્થતંત્રના વિકાસનો પૂરો ફાયદો હજુ દરેક નાગરિકને મળી રહ્યો નથી. 

વર્ષ ૨૦૨૦માં ભારતનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ૦.૬૪૫ હતો અને ત્યારે ૧૮૯ દેશોમાં ભારતનો ક્રમ ૧૩૧ હતો. આ ૨૦૨૧ના રિપોર્ટમાં ભારતનો ઇન્ડેક્સ ઘટી ૦.૬૩૩ આવ્યો છે અને ક્રમ પણ એક સ્થાન નીચે ૧૩૨ ઉપર આવ્યો છે. 

માનવ વિકાસમાં ભારત કરતા આગળ હોય તેવા પાડોશી દેશોમાં ચીન (૭૯), શ્રી લંકા (૭૩) અને બાંગ્લાદેશ (૧૨૯)નો સમાવેશ થાય છે. 

માનવ વિકાસ ઇન્ડેક્સ હેઠળ આરોગ્ય, શિક્ષણ અને સરેરાશ આવકની ગણતરી કરવામાં આવે છે. આ વર્ષે ભારતમાં સરેરાશ જીવન ૬૭.૨ વર્ષ નોંધાયું છે જે ગત વર્ષે ૬૯.૭ હતું. આવી જ રીતે શિક્ષણની દ્રષ્ટિએ પણ ભારત અન્ય દેશ કરતા પાછળ રહ્યું હોવાનો UNDPનો આ અહેવાલ જણાવે છે. 

જોકે, વિશ્વમાં પણ ૨૦૨૧માં માનવ વિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ૩૨ વર્ષમાં પ્રથમ વખત લોકોનું આયુષ્ય ઘટતા માનવ વિકાસ ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. વિશ્વમાં સરેરાશ આયુષ્ય ૭૨.૮ વર્ષથી ઘટી ૭૧.૪ વર્ષ નોંધાયું છે. 

વિશ્વના ટોપ ૧૦ દેશ

વિશ્વના સૌથી નબળા ૧૦ દેશ

સ્વીત્ઝરલૅન્ડ

દક્ષિણ સુદાન

નોર્વે

ચાડ

આઈસલેન્ડ

નાઈજર

હોંગકોંગ

સેન્ટ્રલ આફ્રિકા

ઓસ્ટ્રેલીયા

બરુન્ડી

ડેનમાર્ક

માંલે

સ્વીડન

મોઝામ્બિક

આયર્લેન્ડ

બુર્કીના ફાસો

જર્મની

યેમન

નેધરલેંડ