×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વૈશ્વિક ફોરેકસ માર્કેટમાં ડોલરનું રાજ, યેન સામે 24 વર્ષની ઉંચી સપાટીએ


અમદાવાદ : વૈશ્વિક ચલણ બજારમાં ડોલર ફરીથી રાજા થઇ ગયો છે. જાપાનીઝ યેન સામે ડોલર આજે ૧.૫ ટકા વધી ૧૪૪.૯૯ યેનની સપાટીએ છે જે ઓગસ્ટ ૧૯૯૮ પછીની સૌથી ઉંચી સપાટી છે. ડોલરની યેન સામેની સૌથી ઉંચી સપાટી ૧૪૭.૪૩ પણ હવે તૂટે એવી શક્યતા છે. 

બ્રિટીશ પાઉન્ડ આજે ડોલર સામે ૧.૧૪૭૫ની સપાટીએ છે જે ૦.૭ ટકાનો ઘટાડો દર્શાવે છે. ડોલર સામે પાઉન્ડ સંભવ છ કે ૧.૧૪૧૩ની વર્ષ ૧૯૮૫ની સૌથી ઉંચી સપાટી તોડી શકે છે. 

ડોલર સામે યુરો ૯૯ સેન્ટથી ઘટી હવે ૦.૯૮૬૪ની સપાટીએ છે જે ૨૦ વર્ષની સૌથી નીચી સપાટીએ છે. 

વૈશ્વિક બજારમાં અમેરિકન ડોલરનું વિશ્વના છ અગ્રણી ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડોલર ઇન્ડેક્સ અત્યારે ૧૧૦.૫૮ની સપાટી ઉપર છે જે છેલ્લા ૨૦ વર્ષની સૌથી ઉંચી સપાટી છે. ઓગસ્ટમાં ૨.૬૭ ટકા વધ્યા પછી સપ્ટેમ્બરમાં આજ સુધીમાં ડોલર ઇન્ડેક્સ ૧.૬૧ ટકા વધ્યો છે. 

અમેરિકામાં મોંઘવારી સાથે ફેડરલ રિઝર્વ વ્યાજના દર વધારી શકે એવી શક્યતા છે. મેં મહિનાથી વ્યાજના દરમાં સતત વધારો થઇ રહ્યો છે અને તેના કારણે ડોલર વધી રહ્યો છે. યુરોપમાં રશિયાએ ગેસનો પુરવઠો બંધ કરી દેતા ફ્રાંસ અને જર્મનીના ઔદ્યોગિક અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે અને તેની ચિંતામાં યુરો સતત નબળો પડી રહ્યો છે. 

દરમિયાન, ભારતમાં ડોલર સામે રૂપિયો ગત સપ્તાહે ૮૦.૧૩ની સૌથી નીચી સપાટીએ પહોંચ્યા બાદ શેરબજારમાં વિદેશી સંસ્થાઓની ખરીદીના કારણે, રિઝર્વ બેંકની દરમિયાનગીરીના કારણે વધ્યો હતો. જોકે, આજે ડોલર સામે રૂપિયો સાત પૈસા ઘટી ૭૯.૮૭ની સપાટીએ બંધ આવ્યો હતો.