×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેજરીવાલ-સિસોદિયાને 12% કમિશન પહોંચે છે: એક્સાઈઝ કૌભાંડમાં BJPએ સ્ટિંગ રજૂ કર્યો


-દિલ્હીની આપ સરકાર ઉપરથી લઈને નીચે ભ્રષ્ટાચારમાં લોતપોત

નવી દિલ્હી,તા.5 સપ્ટેમ્બર 2022, સોમવાર    

દિલ્હીમાં ઉભો થયેલ એક્સાઈઝ સ્કેમ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. દિલ્હીની આમ આદમી પાર્ટી પર બીજેપીએ એક સ્ટિંગ રજૂ કરીને ભ્રષ્ટાચારનો આક્ષેપ મુક્યો છે.

દિલ્હી સરકારની નવી લિકર પોલિસીને લઈને શરૂ થયેલો વિવાદ મુદ્દે હવે બીજેપીએ નવો ઘટસ્ફોટ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કરી કેજરીવાલ સરકારને ઘેરી છે.

શું છે સ્ટિંગ ઓપરેશનમાં ?

અમિત માલવિયાએ રજૂ કરેલ સ્ટિંગના વીડિયોમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે તેનો 80 ટકા નફો છે એટલે કે 1 રૂપિયાનો માલ વેચવા પર 80 પૈસાનો નફો થાય છે. આ નવી પોલિસીમાં છટકબારીઓ આપવામાં આવી છે જેમાં 20 રૂ. માલ લઈને તમે જોઈએ તેટલામાં વેચી શકો છો. બસ અમારે ફિક્સ કરેલા પૈસા જોઈએ.

અમારી પાસેથી વર્ષે 235 કરોડ આ રીતે લેવામાં આવે છે. સ્ટિંગમાં દારૂના વેપારી સન્ની મારવાહના પિતા કહે છે કે, આ આંકડો તો બહુ ઓછો છે. કેટલાક લોકો પાસેથી તો 500-500 કરોડ પણ લેવામાં આવ્યા હતા.

સ્ટિંગ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને બીજેપી એમપી મનોજ તિવારી અને સંબિત પાત્રાએ કહ્યું કે, દિલ્હીની આપ સરકાર ઉપરથી લઈને નીચે ભ્રષ્ટાચારમાં લોતપોત છે. દર 12 કરોડ રૂપિયાના કમિશનમાંથી 6 કરોડનું કાળું નાણું બનાવીને મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલે આપવાનું છે તેમ સ્ટિંગમાં દારૂના વેપારી સન્ની મારવાહના પિતા કહી રહ્યાં છે તેમ BJPએ આક્ષેપ કર્યો હતો.

ભાજપે સ્ટિંગમાં એક્સાઈઝ કૌભાંડના આરોપી નંબર 13 લિકર કારોબારી મારવાહના પિતા 12% કમિશન આપ્યું છે તેમ કહેતા નજરે ચઢ્યા છે.

પાત્રાએ કહ્યું કે ભાજપ અને દિલ્હીની જનતાએ દારૂ, કમિશન અને કૌભાંડને લઈને આંદોલન કર્યું છે. કેજરીવાલ સરકારને પાત્રાએ પૂછ્યું કે જૂની દારૂની નીતિમાં શું ખામી હતી, જેના કારણે નવી દારૂની નીતિ લાવવામાં આવી ? તે પછી નવી દારૂની નીતિમાં શું ખામી હતી જે ઉતાવળમાં પાછી લેવી પડી ? તત્કાલિન આબકારી કમિશનર રવિ ધવનની આગેવાની હેઠળની સમિતિની દારૂની નીતિ અંગેની ભલામણ કેમ સ્વીકારવામાં આવી ન હતી ?

બ્લેકલિસ્ટેડ કંપનીઓને લાયસન્સ કેમ અપાયા ? નવી પોલિસીમાં દારૂ ઉત્પાદકોને નિયમનું ઉલ્લંઘન કરીને દારૂ વેચવાની છૂટ આપવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરોનું કમિશન 2 ટકાથી વધારીને 12 ટકા કેમ કરવામાં આવ્યું ? કોન્ટ્રાક્ટરોના 144 કરોડ રૂપિયા કેમ માફ કરવામાં આવ્યા ?

મુખ્યમંત્રી બનવા ભ્રષ્ટાચારીઓનો પોલ ખોલતા કેજરીવાલજી ઉર્ફે સ્ટિંગ માસ્ટરનું સ્ટિંગ થયું છે. પોતાને કટ્ટર પ્રમાણિક ગણાવતા હવે સરકારમાં આવ્યા પછી કટ્ટર ભ્રષ્ટાચારીઓ બની ગયા છે. કેજરીવાલ અને સિસોદિયાને કમિશન મળતું હતું તેમ પાત્રાએ આરોપ મુક્યો છે.

સ્ટિંગમાં દાવો કરવામાં આવ્યો છે કે CBI દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં આરોપી સની મારવાહના કાકા કુલવિંદર મારવાહ દિલ્હી સરકારને કમિશન આપવાનું સ્વીકારી રહ્યા છે. તેમણે કહ્યું કે વર્ષના 253 કરોડ આપ્યા છે. મારવાહે એ પણ કહ્યું કે સિસોદિયાને છ ટકા કમિશન આપવાનું હતું. જોકે સમસ્યા એ હતી કે બ્લેક મની કઈ રીતે આપવી ? બ્લેક મની વ્હાઇટ મની કન્વર્ટ કરીને સિસોદિયાને ટ્રાન્સફર કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં ઘણા વધુ વીડિયો જાહેર કરવામાં સામે આવવાના છે.