×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સંસ્કૃતમાં એક વાક્ય તો બોલી બતાવો, રાષ્ટ્રભાષા જાહેર કરવાની અરજી SCએ ફગાવી

નવી દિલ્હી, તા. 02 સપ્ટેમ્બર 2022, શુક્રવાર

સુપ્રીમ કોર્ટમાં સંસ્કૃતને રાષ્ટ્રભાષા ઘોષિત કરવાને લઈને દાખલ અરજી પર સુનાવણી થઈ હતી. કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે અને કહ્યું કે, આ એત નીતિગત નિર્ણય છે. જેના માટે બંધારણમાં સુધારાની જરૂર છે. પીઆઈએલ પર સુનાવણી દરમિયાન કોર્ટે અરજદારને સંસ્કૃતમાં એક લાઈન સંભળાવા માટે પણ કહ્યું હતું. 

સર્વોચ્ચ અદાલતમાં રિટાયર્ડ બ્યૂરોક્રેટ ડીજી વણઝારા દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. તેમણે સંસ્કૃતને રાષ્ટ્રભાષા ઘોષિત કરીને ભાષાના પ્રચારની વાત કરી હતી. તેના પર જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેન્ચે કહ્યું કે, આ નીતિ નિર્ણયના દાયરામાં આવે છે. તેના માટે પણ બંધારણમાં સુધારાની જરૂર પડશે. કોઈ ભાષાને રાષ્ટ્રીય ભાષા તરીકે જાહેર કરવા સંસદમાં રિટ જાહેર નથી કરી શકાતી.

બેન્ચે સવાલ કર્યો કે, ભારતમાં કેટલા શહેરોમાં સંસ્કૃત બોલવામાં આવે છે? બીજી તરફ વણઝારાનું કહેવું છે કે, કેન્દ્ર તરફથી તેના પર ચર્ચા ઈચ્છીએ છીએ અને કોર્ટનો એક હસ્તાક્ષેપ સરકારના સ્તર પર ચર્ચા શરૂ કરવામાં મદદરૂપ થશે. 

બેન્ચે પૂછ્યું કે, શું તમે સંસ્કૃત બોલો છો? શું તમે સંસ્કૃતમાં એક લાઈન બોલી શકો છો અથવા તમારી રિટ અરજીની પ્રાર્થનાનો સંસ્કૃતમાં અનુવાદ કરી શકો છો? તેના પર રિટાયર્ડ બ્યૂરોક્રેટે એક શ્લોક સંભળાવ્યો ત્યારે બેન્ચ તરફથી જવાબ મળ્યો કે, 'તે અમને બધાને ખબર છે'. 

સુનાવણી દરમિયાન વણઝારાએ બ્રિટિશ રાજ દરમિયાન કલકત્તાના સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશના નિવેદનનો હવાલો આપ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, તેમના તરફથી વાંચવામાં આવેલી 22 ભાષાઓમાંથી એક વાત સ્પષ્ટ છે કે, સંસ્કૃત માતૃભાષા છે. ત્યારે કોર્ટે કહ્યું કે, અમે પણ એ વાત માનીએ છીએ. અમે જાણીએ છીએ કે, હિન્દુ અને રાજ્યોની અનેક ભાષાના શબ્દો સંસ્કૃતમાંથી આવ્યા છે. પણ તેના આધાર પર કોઈ પણ ભાષાને રાષ્ટ્રભાષા ઘોષિત કરી શકાય નહીં. અમારા માટે ભાષા ઘોષિત કરવી ખૂબ અઘરુ છે.