×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૃ. ૯૧.૫નો ઘટાડો ઃ ઘરેલુ એલપીજીનો ભાવ યથાવત

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ ઘટવાને પગલે હોટેલ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવામાં આવતા કોમર્શિયલ એલપીજીના સિલિન્ડરના ભાવમાં ૯૧.૫ રૃપિયાનો ઘટાડો કરવામાં આવ્યા છે. જો કે ઓઇલ કંપનીઓએ ડોમેસ્ટિક રાંધણ ગેસના ભાવમાં કોઇ ફેરફાર કર્યો નથી.

સરકારી ઓઇલ કંપનીઓએ જારી કરેલા નોટિફિકેશન અનુસાર દિલ્હીમાં ૧૯ કીલોના એલપીજી સિલિન્ડરનો ભાવ ૧૯૭૬.૫૦ રૃપિયા ઘટીને ૧૮૮૫ રૃપિયા થઇ ગયો છે.

જો કે ઘરમાં વાપરવામાં આવતા ૧૪.૨ કીલોના એલપીજી સિલિન્ડરનો ભાવ ૧૦૫૩ રૃપિયા યથાવત રાખવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એલપીજી સિલિન્ડરના ભાવ અગાઉથી જ પડતર કીંમતથી ઓછા હોવાથી તેમના ભાવ ઘટાડવામાં આવ્યા નથી.

ઓઇલ કંપનીઓએ ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ઓર્ડર માટે નવી સમયમર્યાદા નક્કી કરી છે. ૨૬ ઓગસ્ટથી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) ૧૫ દિવસ પછી જ નવા એલપીજી સિલિન્ડરનો ઓર્ડર સ્વીકારશે. અન્ય ઓઇલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) પણ બીપીસીએલની જેમ જ ઓર્ડર માટે નવી સમયમર્યાદા નક્કી કરે તેવી શક્યતા છે.

બીજી તરફ વિમાનમાં વપરાતા ઇંધણ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં ૦.૭ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં એક કીલોલિટર એટીએફનોે ભાવ ૮૭૪.૧૩ રૃપિયા ઘટીને ૧,૨૧,૦૪૧.૪૪ રૃપિયા થઇ ગયો છે.