×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એક્સાઈઝ કૌભાંડમાં સીબીઆઈએ બેન્ક લોકર તપાસ્યા, કશું મળ્યું નહીં : સિસોદિયા


- મનીષ સિસોદિયાની 10 દિવસમાં ધરપકડ કરાશે : કેજરીવાલ

- અનૌપચારિક રીતે ક્લીન ચીટ આપવા છતાં સીબીઆઈનું કહેવું છે ધરપકડ કરવી પડશે, ઘણું દબાણ છે : મનીષ સિસોદિયા

નવી દિલ્હી : દિલ્હીમાં એક્સાઈઝ નીતિના અમલમાં કથિત કૌભાંડ અંગે સીબીઆઈ તપાસનો સામનો કરી રહેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના બેન્ક લોકરની સીબીઆઈએ મંગળવારે તપાસ કરી હતી. જોકે, સીબીઆઈને આ લોકરમાંથી કશું મળ્યું નહોતું તેમ આપ નેતા મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો. બીજીબાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે સીબીઆઈ દ્વારા અનૌપચારિક રીતે સિસોદિયાને ક્લિનચીટ અપાઈ છે, પરંતુ રાજકીય દબાણ હેઠળ ૧૦ દિવસમાં તેમની ધરપકડ કરશે.

સીબીઆઈની ટીમે ગાઝિયાબાદના વસુંધરા સ્થિત મેવાડ કોલેજની પીએનબી બેન્કમાં મનીષ સિસોદિયા અને તેમની પત્નીની હાજરીમાં બેન્ક લોકરો તપાસ્યા હતા. લોકરની તલાશી પછી બેન્કમાંથી બહાર નીકળતા મનીષ સિસોદિયાએ દાવો કર્યો કે તેમના લોકરમાંથી કશું જ મળ્યું નથી. વડાપ્રધાનજીની બધી જ તપાસમાં મારો પરિવાર એકદમ સ્વચ્છ નીકળ્યો છે. 

તેમણે ઉમેર્યું હતું કે, મારા ઘરે સીબીઆઈની રેડ કરાઈ હતી ત્યારે મારી પત્નીના બેન્ક લોકરની ચાવી લઈ ગયા હતા. આ લોકરની મંગળવારે તપાસ કરાઈ હતી. મારા ઘરે સીબીઆઈની ટીમને કશું મળ્યું નહોતું તેમ બેન્ક લોકરમાંથી પણ તેમને કશું મળ્યું નથી. પત્ની અને બાળકોના કેટલાક ૭૦-૮૦ હજાર રૂપિયાના ઘરેણાં હતા. એજન્સીને ક્યાંય એક પૈસાની પણ હેરાફેરી મળી નથી. બધાના મેમો મારી પાસે છે. આ મારા માટે સીબીઆઈની ક્લિન ચીટ છે. જોકે, તેમનું કહેવું છે કે જેલમાં તો નાંખવા પડશે, ઘણું દબાણ છે. મેં કહ્યું કે દેશ માટે ચાર મહિના જેલમાં રહેવું પડે તો પણ કોઈ વાંધો નહીં.

સિસોદિયાએ સોમવારે ટ્વીટ કરી હતી કે, સીબીઆઈ મંગળવારે અમારું બેન્ક લોકર જોવા આવી રહી છે. ૧૯ ઑગસ્ટે મારા ઘરે ૧૪ કલાકના દરોડામાં કશું મળ્યું નહોતું. તેમ લોકરમાંથી પણ તેમને કશું નહીં મળે. સીબીઆઈનું સ્વાગત છે.તપાસમાંહું અને મારો પરિવાર સંપૂર્ણ સહયોગ કરશે. જોકે,  સીબીઆઈએ સિસોદિયાના ઘરેથી કેટલાક દસ્તાવેજ અને ડિવાઈસ જપ્ત કર્યા હતા.

દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અને આપના કન્વિનર અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સીબીઆઈ દ્વારા અનૌપચારિક રીતે ક્લીન ચીટ આપી દેવાઈ છે, પરંતુ રાજકીય દબાણ હેઠળ અઠવાડિયા-દસ દિવસમાં તેમની ધરપકડ કરવામાં આવશે.