×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગૌતમ અદાણીની વધુ એક સિદ્ધિ, બન્યા વિશ્વના ત્રીજા સૌથી મોટા ધનકુબેર


- અદાણીની નેટવર્થ વધીને હાલમાં 137.4 બિલિયન ડોલર થઈ ચૂકી છે

નવી દિલ્હી, તા. 30 ઓગષ્ટ 2022, મંગળવાર

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ભારતની સાથે-સાથે એશિયાના પણ સૌથી મોટા ધનકુબેર બની ગયા છે. આજથી થોડા વર્ષો પહેલા ભલે વિશ્વના ગણા લોકો તેમને નહોતા જાણતા પરંતુ હવે સમગ્ર વિશ્વ તેમને જાણે છે. હવે ગૌતમ અદાણીએ નેટવર્થ મામલે નવો રેકોર્ડ બનાવ્યો છે. બ્લૂમબર્ગની ઈન્ડેક્સ પ્રમાણે ગૌતમ અદાણી હવે વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અદાણી આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનાર એશિયાના પ્રથમ બિઝનેસમેન છે.

અદાણીના આગળ માત્ર મસ્ક અને બેઝોસ

બ્લૂમબર્ગ ઈન્ડેક્સ પ્રમાણે અડાણીએ હવે Louis Vuittonના CEO અને ચેરમેન બર્નાર્ડ અર્નાલ્ટ (Bernard Arnault)ને પાછળ છોડી દીધા છે. ઈન્ડેક્સ પ્રમાણે અદાણીની નેટવર્થ વધીને હાલમાં 137.4 બિલિયન ડોલર થઈ ચૂકી છે. હવે અડાણી ગ્રુપના ચેરમેન કરતા આગળ માત્ર ટેસ્લાના CEO એલોન મસ્ક અને એમેઝોનના ફાઉન્ડર ઝેફ બેઝોસ (Amazon Founder Jeff Bezos)  છે. મસ્કની નેટવર્થ હાલમાં 251 બિલિયન ડોલર છે જ્યારે બેઝોસની પાસે હાલ 153 બિલિયન ડોલર સંપત્તિ છે.

અદાણી માટે વર્ષ 2022 લકી 

અદાણીની નેટવર્થ તાજેતરના સમયમાં ઝડપથી વધી છે. વિશ્વભરના શેરબજારોમાં વેચવાલીના સમયગાળા પછી પણ અદાણીની સંપત્તિમાં સતત વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ પ્રમાણે અદાણી ટોપ-10 અમીર લોકોની યાદીમાં એકમાત્ર વ્યક્તિ છે જેમની સંપત્તિમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન અદાણીની નેટવર્થમાં 1.2 બિલિયન ડોલરનો વધારો થયો છે. આ વર્ષ વિશે વાત કરીએ તો અદાણી માટે તે ખૂબ જ લકી સાબિત થયું છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અદાણીની સંપત્તિમાં 60.9 બિલિયન ડોલરનો વધારો થઈ ચૂક્યો છે.

ગયા મહિને બિલ ગેટ્સને પાછળ છોડ્યો હતો

ગૌતમ અદાણીએ  બર્નાર્ડ અર્નાલ્ટને પાછળ છોડવા પહેલા માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને છેલ્લા મહિના પછાડીને આ લિસ્ટમાં ચાથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગેટ્સે ગયા મહિને પોતાની સંપત્તિનો મોટો હિસ્સો સમાજસેવાના કાર્યોમાં દાન કર્યો હતો જેનાથી તેમની નેટવર્થમાં એક જ ઝટકે મોટો ઘટાડો થઈ ગયો હતો. બીજી તરફ અદાણીની કંપનીઓએ શેર બજારને માત આપતા સતત સારું પરફોર્મન્સ કર્યું છે જેનાથી તેમના નેટવર્થમાં વધારો થયો છે. હાલમાં ગેટ્સની નેટવર્થ ઘટીને 117 બિલિયન ડોલર રહી ગઈ છે.