×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

BWF WC: સાત્વિક-ચિરાગની જોડીએ મેન્સ ડબલમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો


- વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેન્સ ડબલ્સમાં ભારતનો આ પ્રથમ અને અત્યાર સુધીનો કુલ 13મો મેડલ છે

નવી દિલ્હી, તા. 27 ઓગષ્ટ 2022, શનિવાર 

સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની સ્ટાર ભારતીય મેન્સ ડબલ્સ જોડીએ શનિવારના રોજ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2022માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સાત્વિકસાઈરાજ અને ચિરાગે મલેશિયાના આરોન ચિાય તથા સોહ વૂઈ યિક સામે 22-20, 18-21,16-21થી હારીને બ્રોન્ઝ મેડલ વડે સંતોષ માનવો પડ્યો છે. 

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ડબલ્સમાં ભારતનો આ બીજો મેડલ છે. અગાઉ જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાની જોડીએ 2011માં વુમન્સ ડબલ્સમાં મેડલ મેળવ્યો હતો. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેન્સ ડબલ્સમાં ભારતનો આ પ્રથમ અને અત્યાર સુધીનો કુલ 13મો મેડલ છે. 

મલેશિયન જોડી સામે સાત્વિક અને ચિરાગની આ સતત છઠ્ઠી હાર છે. આ મહિનાની શરૂઆતમાં કોમનવેલ્થ ગેમ્સની જોઈન્ટ ટીમ ફાઈનલમાં પણ તેમણે આ જોડી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય જોડીનું પ્રદર્શન ખૂબ જ પ્રભાવશાળી રહ્યું અને તેમણે એક મેડલ સુનિશ્ચિત કર્યો છે. વર્ષ 2011 બાદ આ પ્રતિયોગિતામાં ભારતે હંમેશા મેડલ મેળવ્યો છે. 

પીવી સિંધુએ 2019માં ગોલ્ડ મેડલ જીતવાની સાથે આ પ્રતિયોગિતામાં કુલ 5 મેડલ મેળવ્યા છે જ્યારે સાઈના નેહવાલે એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીતેલો છે. તે સિવાય કિદાંબી શ્રીકાંતે સિલ્વર જ્યારે લક્ષ્ય સેન, બી સાઈ પ્રણીત અને પ્રકાશ પાદુકોણે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. 

વધુ વાંચો : વર્લ્ડ બેડમિંટન : સાત્વિક-ચિરાગની જોડી સેમિ ફાઈનલમાં પ્રવેશતા ભારતનો મેડલ નિશ્ચિત