×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુસાફરોનો ખાનગી ડેટા વેચવાનું ટેન્ડર અંતે IRCTCએ પરત ખેંચ્યું


અમદાવાદ તા.26

કોઈપણ વ્યક્તિ નાણાકિય વ્યવહાર કરે, કોઈ વસ્તુની ખરીદી કરે એનો ડેટા એકદમ ગોપનીય ગણાય છે. ડેટાના આધારે અત્યારે સમગ્ર દુનિયા બિઝનેસ કરી રહી છે. વિશ્વમાં ફેસબુક, ગૂગલ અને ટ્વીટર સામે ડેટાના સંગ્રહ અને તેના ઉપયોગ સામે તપાસ ચાલી રહી છે.

આ સમયે દેશમાં રેલવે ટિકિટ બુકિંગનો ઈજારો ધરાવતી, ભારત સરકારના રેલવે મંત્રાલયની જ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ ટિકિટ બુક કરતા ગ્રાહકોના ડેટા વેંચી રૂ.૧૦૦૦ કરોડ ઊભા કરવાની યોજના બનાવી હતી. જોકે સરકારી કંપનીના જ આ પ્રકારના નિર્ણયને ચોતરફથી આકરી ટીકાનો સામનો કરવા પડતા અંતે કંપનીએ આ યોજના માંડી વાળી છે.

ગ્રાહક તરીકે ટ્રેનના મુસાફર તરીકે બહુ મોટી આ નિર્ણય મોટી ચિંતા ઉભી કરતો હોવાથી IRCTCના ટેન્ડરનો વિરોધ થઈ રહ્યો હતો. અંતે દબાણ હેઠળ શુક્રવારે રેલવે કેટરિંગ અને ઓનલાઈન ટિકિટ બુકિંગ કંપનીએ ટેન્ડર પરત ખેંચવનો નિર્ણય કર્યો છે.



શું છે સમગ્ર મામલો ?

રેલવે ટિકિટ બુક કરવા માટે ગ્રાહક પોતાનુ નામ, પુરાવો અને પેમેન્ટ સહિતની વિગત સિસ્ટમમાં દાખલ કરે છે. દૈનિક ૧૧.૪ લાખ જેટલી રેલવે ટિકિટ આ રીતે ઓનલાઇન બુક થાય છે. આ ડેટા સંભવ છે કે કોઈપણ ઇ કોમર્સ કંપની કે બેંક કરતા પણ મોટો હોય શકે છે.

IRCTCએ આ ડેટા વેચવા માટે ટેન્ડર બહાર પાડ્યું હતુ. કંપની આ ડેટા વેચવા માટે ટુરિઝમ, હોટેલ, ટ્રાવેલ ઓપરેટર, હોસ્પિટલ, વીમા કંપનીઓ જેવા ક્ષેત્રના ગ્રાહકો શોધી રહી હતી.

સંસદના ચોમાસુ સત્રમાં સરકારે છેલ્લી ઘડીએ ગ્રાહકોના ડેટાની ગુપ્તતા અંગેનો કાયદો પરત ખેચી લીધો હતો. આ કાયદાની ગેરહાજરીમાં ડેટા ગુપ્ત રહેશે કે કેમ તે અંગે મોટી ચિંતા ઉભી થઈ શકે છે. બીજું, ડેટા ખરીદનાર કંપની આ ડેટા કોઈ ત્રીજી પાર્ટીને વેચે અથવા તો તેનો ઉપયોગ કરવાની છૂટ આપે તો શું એ એક મોટો સવાલ હતો.