×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટ્વીટર ડિલ રદ્દ કર્યા બાદ એલોન મસ્કની નજર માન્ચેસ્ટર યૂનાઈટેડ ખરીદવા પર


- માન્ચેસ્ટર યુનાઈટેડને ખરીદવા માટે મસ્કની ટ્વિટને મિનિટોમાં સોશિયલ મીડિયા યૂઝર્સ તરફથી હજારો લાઇક્સ અને રમુજી પ્રતિક્રિયાઓ મળી હતી

નવી દિલ્હી, તા. 17 ઓગષ્ટ 2022, બુધવાર

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા (Tesla)ના CEO એલોન મસ્ક ટ્વીટર ડિલ કેન્સલ કર્યા બાદ હવે ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યૂનાઈટેડ ખરીદી રહ્યા છે. તેની જાણકારી તેમણે મંગળવારે પોતે આપી હતી. મસ્કે પોતાના ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરતા કહ્યું કે, હું માનચેસ્ટર યૂનાઈટેડ ખરીદી રહ્યો છું તમારું સ્વાગત છે. 

મસ્કનો રહસ્યમયી ટ્વીટ કરવાનો ઈતિહાસ રહ્યો છે. અને તે તાત્કાલિક સ્પષ્ટ નહોતું કે, શું તેમણે એક કરારને આગળ વધારવાની યોજના બનાવી છે. હાલમાં અમેરિકી ગ્લેજર પરિવાર દ્વારા નિયંત્રિત માનચેસ્ટર યૂનાઈટેડે મસ્કની આ ટિપ્પણીના અનુરોધનો તરત જવાબ નથી આપ્યો. માન્ચેસ્ટર યૂનાઈટેડ વિશ્વની સર્વશ્રેષ્ઠ સમર્થિત ફૂટબોલ ક્લબોમાંથી એક છે. ક્લબ રેકોર્ડ 20 વખત ઈંગ્લેન્ડનું ચેમ્પિયન રહ્યું છે અને ત્રીજી વખત વૈશ્વિક ખેલમાં સૌથી પ્રતિષ્ઠિત ક્લબ પ્રતિયોગિતા યુરોપીય ક્લબ જીતી ચૂક્યું છે. 

મંગળવાર સુધીમાં ફૂટબોલ ક્લબનું માર્કેટ કેપિટલાઇઝેશન 2.08 અરબ ડોલર હતું. માન્ચેસ્ટર યૂનાઈટેડના પ્રશંસકોએ તાજેતરના વર્ષોમાં ગ્લેઝર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમણે મેદાન પર ખરાબ પ્રદર્શન બાદ 2005માં ક્લબને 790 મિલિયન પાઉન્ડમાં ખરીદ્યું હતું. માન્ચેસ્ટર યુનાઈટેડ યુરોપિયન સુપર લીગથી અલગ થવાના અસફળ પ્રયાસમાં સામેલ થયા પછી ગયા વર્ષે ગ્લેઝર વિરોધી ચળવળને વેગ મળ્યો હતો.

માન્ચેસ્ટર યુનાઈટેડને ખરીદવા માટે મસ્કની ટ્વિટને મિનિટોમાં સોશિયલ મીડિયા યૂઝર્સ તરફથી હજારો લાઇક્સ અને રમુજી પ્રતિક્રિયાઓ મળી હતી. કેટલાક ચાહકોએ મસ્કને ટ્વિટરને બદલે માન્ચેસ્ટર યુનાઈટેડ ખરીદવાનો આગ્રહ કર્યો હતો. મસ્ક સોશિયલ મીડિયા કંપનીને ખરીદવા માટે 44 મિલિયન ડોલરના કરારમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ ડીલ હવે કોર્ટમાં પહોંચી ગઈ છે.