×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતીય મૂળની કેનેડામાં રહેતી અથિરાને નાસા અંતરીક્ષમાં મોકલશે

અમેરિકન સ્પેસ એજન્સી નાસા, કેનેડિયન અંતરીક્ષ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે એક ખાસ તાલીમ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે, એ અંતર્ગત ભારતીય મૂળની કેનેડામાં સ્થાઈ થયેલી અથિરા પ્રીથા રાની સ્પેસમાં જશે.એસ્ટ્રોનોટ ટ્રેનિંગ પ્રોગ્રામ-૨૦૨૨ માટે વિશ્વભરમાંથી ૧૨ લોકોની પસંદગી થઈ છે. એમાં એક ભારતીય મૂળની કેનેડિયન યુવતી અથિરા રાનીનો પણ સમાવેશ થાય છે. અથિરા કેનેડામાં સ્થાઈ થઈ છે અને તેના પતિ ગોકુલ સાથે મળીને એરોસ્પેસ કંપની ચલાવે છે. કેરળની એસ્ટ્રોનોમિકલ સોસાયટી એસ્ટ્રામાંથી શરૃઆતનું શિક્ષણ મેળવનારી અથિરા સ્કોલરશિપ મેળવીને કેનેડા રોબોટિક્સનો અભ્યાસ કરવા ગઈ હતી. એ પછી કેનેડામાં જ સ્થાઈ થઈ હતી.મૂળ કેરળની અથિરા કેનેડામાં તેના પતિ સાથે મળીને એરોસ્પેસ રીસર્ચનું કામ કરે છે. નાસાના ખાસ પ્રોગ્રામ હેઠળ હવે તેને ત્રણથી પાંચ વર્ષની તાલીમ આપવામાં આવી રહી છે. વિવિધ બાબતોની અને જુદા જુદા તબક્કાની તાલીમ મેળવ્યા બાદ અથિરા અંતરીક્ષમાં જશે. એ સાથે જ અંતરીક્ષમાં જનારી એ કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ બાદ ભારતીય મૂળની ત્રીજી મહિલા બનશે. તે સાથે જ એ કેરળની  પહેલી અંતરીક્ષયાત્રી બનશે.