×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

RBI-સરકાર માટે રાહત : ગ્રાહક સ્તરનો મોંઘવારી દર ઘટીને 4 મહિનાના તળિયે


નવી દિલ્હી,તા.12 ઓગસ્ટ 2022,શુક્રવાર

કોરોના મહામારી બાદની ઝડપી રિકવરીને કારણે સમગ્ર વિશ્વને બાનમાં લેનાર ફુગાવો હવે એંકદરે ક્રૂડ અને અન્ય કોમોડિટી સહિતની વસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે ભારત અને વિશ્વમાં કાબૂમાં આવી રહ્યો છે. આજે જાહેર થયેલ ગ્રાહક સ્તરના મોંઘવારીના આંકડા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને ભારત સરકાર માટે રાહતભર્યા જોવા મળી રહ્યાં છે.

જુન મહિનાના 7.75%ની સામે જુલાઈ માસમાં ગ્રાહક સ્તરનો મોંઘવારી દર(CPI) ઘટીને 6.75% થયો છે. જુલાઈ, 2021માં CPI ઈન્ડેકસ 5.59 ટકા હતો. 

શુક્રવારે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ફુગાવો પણ જુલાઇમાં ઘટીને 6.75 ટકા થયો હતો, જે જૂનમાં 7.75 ટકા હતો. જોકે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત છૂટક ફુગાવો હજુ પણ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના 6.0 ટકાના સંતોષકારક સ્તરના ઉચ્ચ થ્રેશોલ્ડથી ઉપર રહ્યો છે અને છેલ્લા સાત મહિનાના 6.0 ટકાથી વધુ છે.

જુલાઈમાં શાકભાજીના ભાવમાં વાર્ષિક ધોરણે 10.90 ટકા અને માસિક ધોરણે 17.37%નો વધારો થયો છે. માસિક દ્રષ્ટિએ કઠોળનો મોંઘવારી દર -1.02%ની સામે જુલાઈમાં 0.18% રહ્યો. ક્લોથિંગ એન્ડ ફૂટવેરની મોંઘવારી 9.52%ની સામે 9.91% અને હાઉસિંગ ઈન્ફલેશન 3.92%ની સામે 3.90% રહી છે. 

જુલાઈના મોંઘવારી દરના ઘટાડામાં સૌથી મોટો ફાળો ખાદ્ય અને અન્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલ ઘટાડાને કારણે આવ્યો છે. ફૂડ એન્ડ બેવરેજીસ ઈન્ફલેશન જુન,2022ના 7.56%ની સામે જુલાઈમાં ઘટીને 6.71% થઈ છે. 

આ ઉપરાંત મસાલામાં વાર્ષિક દ્રષ્ટિએ 12.89 ટકાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે તે અનાજ અને ઉત્પાદનોમાં 6.90 ટકા થયો હતો. ઇંડાના ભાવમાં (-)3.84 ટકાનો ઘટાડો થયો હતો જ્યારે ફળોમાં 6.41 ટકાનો વધારો થયો હતો.

ખાદ્યપદાર્થો અને પીણાં સિવાય ફ્યુઅલ એન્ડ લાઈટ સેગમેન્ટમાં 11.76 ટકા, કપડાં અને ફૂટવેરમાં 9.91 ટકા અને હાઉસિંગ સેગમેન્ટમાં 3.90 ટકાનો વધારો થયો છે.


RBIનું વ્યાજદર વધારાનું શસ્ત્ર :

ગત સપ્તાહે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ રિટેલ ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે રેપો રેટમાં 0.5 ટકાનો વધારો કરીને 5.4 ટકા કર્યો હતો. આ વધારા સાથે દેશમાં વ્યાજદર 3 વર્ષની ટોચે પહોંચ્યો છે.