×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બોટાદ લઠ્ઠાકાંડઃ AMOSના મલિક સમીર પટેલ સહિત 5ની આગોતરા જામીન અરજી નામંજૂર


- કેમિકલ કાંડ કે લઠ્ઠાકાંડની આ ઘટનામાં જે કેમિકલનો જથ્થો ઝડપાયો હતો તે AMOS કંપનીમાંથી આવ્યો હતો

બોટાદ, તા. 12 ઓગષ્ટ 2022, શુક્રવાર 

બરવાળા-ધંધુકા પંથકમાં બનેલી કેમિકલ કાંડની ઘટનાએ 50થી વધુ લોકોનો ભોગ લીધો હતો. લઠ્ઠાકાંડ મામલે કેમિકલ કંપની એમોસના મેનેજિંગ ડિરેક્ટર સમીર નલીનભાઈ પટેલ અને પંકજભાઈ કાંતિલાલ પટેલ, ચંદુભાઈ પટેલ, રજીત મહેશભાઈ ચોકસી અને રાજેન્દ્ર કુમાર દસાડિયાએ બોટાદ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી દાખલ કરી હતી. બોટાદ સેસન્સ કોર્ટમાં આજે આ આગોતરા જામીન અરજી અંગે ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે લઠ્ઠાકાંડ કેસના આરોપીઓને મોટો ઝાટકો આપીને તેમના આગોતરા જામીન નામંજૂર કર્યા છે.

બોટાદના બરવાળા તાલુકામાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના રાજ્ય ઉપરાંત દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી. કેમિકલ કાંડ કે લઠ્ઠાકાંડની આ ઘટનામાં જે કેમિકલનો જથ્થો ઝડપાયો હતો તે AMOS કંપનીમાંથી આવ્યો હતો. 

પોલીસે AMOS કંપનીના સંચાલક સમીર પટેલ સહિત 5 લોકોને 2 વખત સમન્સ પાઠવ્યા હતા. જોકે તે પૈકીનું કોઈ પોલીસ સામે હાજર ન રહેતા લુકઆઉટ નોટિસ પાઠવીને પોલીસે તેમના આવાસ ખાતે તપાસ કરી હતી. 

આ પણ વાંચોઃ ચકચારભર્ય લઠ્ઠાકાંડમાં હાઇકોર્ટનું આકરૂં વલણ, સમીર પટેલ સહિત ચાર ડાયરેકટરોને આગોતરા આપવા હાઇકોર્ટનો ઇનકાર

ત્યારે સમીર પટેલ સહિતના 5 લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી રાખી હતી. જોકે નામદાર કોર્ટે અરજી વિડ્રો કરી સેશન્સ કોર્ટમાં અરજી કરવા જણાવ્યું હતું. આમ સમીર પટેલ સહિતના 5 લોકોએ આગોતરા જામીન માટે બોટાદ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. 

આ પણ વાંચોઃ લઠ્ઠાકાંડ વપરાયેલું મિથેનોલ વેચનાર સમીર પટેલ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયાની ચર્ચા