×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Corona Virus: દિલ્હીમાં ઓમિક્રોનનું નવુ સબ વેરિયન્ટ આવ્યુ સામે,ઝડપથી ફેલાય છે સંક્રમણ


નવી દિલ્હી, તા. 10 ઓગષ્ટ 2022, બુધવાર 

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે વૈજ્ઞાનિકોએ હવે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનું નવું સબ-વેરિયન્ટ શોધી કાઢ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ તમામ પ્રકારોનું સંક્રમણ ઝડપથી ફેલાય છે. આ તમામ પ્રકારોના કેસ દિલ્હીમાં સામે આવ્યા છે. આ પેટા વેરિઅન્ટને BA-2.75 તરીકે ઓળખવામાં આવ્યું છે. 

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા 90 નમૂનાઓની તપાસ દરમિયાન આ પ્રકારની ઓળખ કરવામાં આવી છે.

LANJP હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ સુરેશ કુમારે જણાવ્યું કે, નવું સબ-વેરિઅન્ટ ઝડપથી લોકોને ચેપ લગાડે છે અને આ વાયરસની ખતરનાક બાબત એ છે કે, તે એવા લોકોને પણ સંક્રમિત કરી શકે છે જેમના શરીરમાં કોરોનાને લઇને એન્ટિબોડીઝ બની ગઈ હોય અથવા જેમને કોરોનાની રસી આપવામાં આવી હોય, તે તેમના પર આક્રમક પણ હોઈ શકે છે. 

CM અરવિંદ કેજરીવાલે મંગળવારે કહ્યું હતુ કે,દિલ્હીમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે,સરકાર કોરોનાને લઇને સ્થિતિ પર નજર રાખી રહી છે, તેમજ સંક્રમણથી બહાર આવવા માટે બધી તૈયારીઓ કરવામાં આવી છે.