×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

T20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાનો વિજય, ચોથી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 59 રનથી હરાવ્યું


- ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટ પર 191 રન બનાવ્યા હતા

ફ્લોરિડા, તા. 07 ઓગષ્ટ 2022, રવિવાર

ભારતે વેસ્ટઈન્ડિઝ સામેની 5 મેચની ટી20 સીરિઝમાં વિજય મેળવ્યો છે. ટીમ ઈન્ડિયાએ સંયુક્ત રાજ્ય અમેરિકામાં ફ્લોરિડાના લોડરહિલ સ્થિત સેન્ટ્રલ બ્રોવાર્ડ રીજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ પર રમાયેલી સીરિઝની ચોથી મેચમાં વેસ્ટઈન્ડિઝને 59 રનથી હરાવ્યું છે.

ભારતે સીરિઝમાં 3-1થી અજેય બઢત મેળવી હતી અને સીરિઝની અંતિમ અને પાંચમી ટી20 મેચ 7 ઓગષ્ટ 2022ના રોજ રાતે 8:00 વાગ્યે (ભારતીય સમયાનુસાર) આ મેદાન પર જ રમાવાની છે. 

વેસ્ટઈન્ડિઝે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટ પર 191 રન બનાવ્યા હતા. જ્યારે લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી વેસ્ટઈન્ડિઝ ટીમ 19.1 ઓવરમાં 132 રન બનાવી શકી હતી. તેના પહેલા ખરાબ હવામાન અને વરસાદના કારણે ટોસ કરવામાં વાર લાગી હતી. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા ટી20 સીરિઝમાં 2-1થી આગળ હતી. 

ઋષભ પંત સૌથી વધુ રનની ઈનિંગ રમ્યા

ભારત તરફથી ઋષભ પંત સૌથી વધુ 44 રનની ઈનિંગ રમ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 33 અને સંજૂ સૈમસને 30 રન બનાવ્યા હતા. વેસ્ટઈન્ડિઝ તરફથી કેપ્ટન નિકોલસ પૂરન અને રોવમૈન પોવેલે સૌથી વધુ 24-24 રન બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આવેશ ખાન, અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી હતી. 

ટીમ ઈન્ડિયાએ સેન્ટ કિટ્સમાં રમાયેલી પહેલી મેચમાં વેસ્ટઈન્ડિઝને હરાવીને ટી20 સીરિઝની શરૂઆત કરી હતી.