×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીને હાથ અદ્ધર કર્યા: કોઈ મિસાઈલ હુમલો નથી કર્યો, તાઈવાન સામે યુદ્ધની યોજના નથી


- તાઈવાન સાથેના અમારા મુદ્દાઓનો ચર્ચા દ્વારા ઉકેલ લાવીશું: ચીન

નવી દિલ્હી, તા. 04 ઓગષ્ટ 2022, ગુરૂવાર

નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતથી અકળાયેલા ચીને યુદ્ધાભ્યાસ કરવાની જાહેરાત કરી હતી. નેન્સી પેલોસીએ તાઈવાન છોડ્યા બાદ આક્રમક બનેલા ચીને તાઈવાનને સબક શીખવવા અમૂક ભાગોમાં હુમલા કર્યા હતા. યુદ્ધ અભ્યાસના નામે ચીનની આર્મીએ એકાએક તાઈવાનના પૂર્વ ભાગોમાં હુમલા કર્યા હતા. લગભગ 10 ચીની સૈનિકોના જહાજોએ અસ્થાયી રૂપે તાઈવાન સ્ટ્રેટ મીડિયન લાઈનને ઓળંગી ગયા હતા અને બુધવાર રાત્રેથી ગુરૂવાર બપોરના સમય સુધી આ વિસ્તારમાં રહ્યા હતા. ચીની સેનાએ તાઈવાનની સમુદ્ધધુનીમાં નિશ્ચિત સ્થાનોએ નિશાન તાકી મિસાઈલ્સ છોડ્યા હતા.

હવે ચીને હાથ ઉંચા કરી દીધા છે. ચીનના સંરક્ષણ જનરલનું કહેવું છે કે, માત્ર યુદ્ધ અભ્યાસ કરવામાં આવ્યું હતું. તાઈવાન સરહદ અથવા તેના નાગરિકોને ટાર્ગેટ કરીને કોઈ મિસાઈલ હુમલો કરવામાં નહોતો આવ્યો. ચીનનું કહેવું છે કે, તે હંમેશા તાઈવાન સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો ઈચ્છે છે. વધુમાં જણાવ્યું કે, વૈશ્વિક મીડિયા આ સમયે બિનજરૂરી ખોટી અફવાઓ ફેલાવી રહ્યું છે.તેમણે આગળ કહ્યું કે, યુનાઈટેડ સ્ટેટ્સ દ્વારા વારંવાર ઉશ્કેરણી કરવા છતાં તાઈવાન સાથે યુદ્ધ કરવાનો અમારો કોઈ વિચાર નથી. અમે તાઈવાન સાથેના અમારા મુદ્દાઓનો ચર્ચા દ્વારા ઉકેલ લાવીશું.