×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પશ્ચિમ બંગાળ SSC કૌભાંડ : પાર્થ ચેટરજીની મંત્રી પદેથી હકાલપટ્ટી

અમદાવાદ,તા.28 જુલાઈ 2022,ગુરૂવાર

પશ્ચિમ બંગાળના ઈન્ડસ્ટ્રી પ્રધાન પાર્થ ચેટરજી પર કૌભાંડ અને ભ્રષ્ટાચારના આરોપ બાદ ઈડીની કાર્યવાહીમાં કરોડો રૂપિયાની રોકડ રકમ મળી આવતા અંતે મમતા બેનર્જી સામે ચેટરજીને પદભ્રષ્ટ કરવા અનેક ફરિયાદો મળી હતી. અંતે સરકાર પણ લાંછન લાગે તે પહેલાં જ બેનર્જીએ પાર્થ ચેટરજીને પ્રધાનપદેથી હટાવ્યા છે.

અહેવાલ અનુસાર ફરિયાદો અને સરકાર પર ખતરો આવે તે પહેલાં મમતા સરકારે પાર્થ ચેટર્જી પર કડક કાર્યવાહી કરી છે. પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં ચેટરજીનું નામ આવ્યા બાદ તેમને મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. પાર્થ ચેટર્જી મમતા સરકારમાં ઉદ્યોગ મંત્રી હતા. તેઓ જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે આ આ SSC કૌભાંડ થયું હતુ અને તે સંદર્ભે તેમની ધરપકડ કરવામાં આવી છે.

શિક્ષક ભરતી કૌભાંડમાં ED દ્વારા પાર્થ ચેટરજીની ધરપકડ કરવામાં આવી છે. અર્પિતા મુખર્જીની ધરપકડ બાદ બાદ પાર્થની પણ ધરપકડ કરવામાં આવી હતી. અર્પિતાના ઘરે પાડવામાં આવેલા દરોડામાં લગભગ 20 કરોડ રૂપિયાની રોકડ મળી આવતા સમગ્ર દેશમાં ચકચાર મચી ઉઠ્યો હતો.

બુધવારે અર્પિતાના બીજા ઘરે પાડવામાં આવેલ બીજા દરોડામાં પણ લગભગ 20 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ સાથે જ ત્યાંથી અંકે કિલો સોનું પણ મળી આવ્યું હતું. EDનું માનવું છે કે આ એ જ પૈસા છે જે શિક્ષક ભરતી કૌભાંડમાં લાંચ તરીકે લેવામાં આવ્યા હતા. આ સિવાય તપાસ એજન્સીને અમુક નક્કર પુરાવા અને ફાઇલ પણ દરોડા દરમિયાન મળ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.