×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સતત ચોથા દિવસે રેકોર્ડ નીચલા સ્તરે : મોંઘવારી વધતા રૂપિયો 80 ભણ્યો

અમદાવાદ,તા.14 જુલાઈ 2022,ગુરૂવાર

ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલી અને વૈશ્વિક સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજદરમાં વધારાની અવિરત ગતિને કારણે રૂપિયામાં દિવસે ને દિવસે એક નવું ઐતિહાસિક તળિયું જોવા મળી રહ્યું છે.

ભારતીય ચલણ ગુરૂવારના સત્રમાં પણ ડોલરની સામે એક નવા રેકોર્ડ તળિયે પહોંચ્યું છે. અમેરિકામાં મોંઘવારીની માર બાદ હવે ભારતમાં જથ્થાબંધ મોંઘવારીના આંકડા જૂન મહિનામાં સતત 15મા મહિને 10%ની ઉપર અને સતત ત્રીજા મહિને 15%ની ઉપર પહોંચતા રૂપિયામાં આજે પણ મંદીનો માહોલ જોવા મળ્યો છે.

રૂપિયો આજે ડોલરની સામે ફરી 80 તરફ આગળ વધ્યો છે. સતત ચોથા સેશનમાં ઘટાડા સાથે ભારતીય ચલણ અમેરિકન કરન્સીની સામે 79.86 પર પહોંચ્યો છે.

2022ની શરૂઆતમાં રૂપિયો 74ની આસપાસ કામકાજ કરી રહ્યો હતો અને આજે તે 80 નજીક પહોંચ્યો છે એટલેકે 8%થી વધુ ગગડ્યો છે. વિદેશી રોકાણકારોએ આ વર્ષે ભારતના ઈક્વિટી બજારમાંથી 29.16 અબજ ડોલરનું રોકાણ પરત ખેંચ્યું છે. આજે યુએસ ડોલર ઈન્ડેકસ 108.56ના લેવલે કામકાજ કરી રહ્યો છે.