×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન વર્ષમાં સૌથી ઝડપી દરે વધ્યુ


નવી દિલ્હી, તા.12 

મોંઘવારી અને મંદીનો માર સહન કરી રહેલા ભારતીય અર્થવ્યવસ્થા માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. મે મહિના દરમિયાન દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન વર્ષમાં સૌથી ઝડપી દરે વધ્યું હોવાના અહેવાલ છે.

મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનના આંકડા મુજબ મે મહિનામાં ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોક્શન (આઇઆઇપી) એટલે કે ઔદ્યોગિક ઉત્પાદન આંકમાં 19.6 ટકાની વૃદ્ધિ થઇ છે, જે છેલ્લા એક વર્ષમાં સૌથી ઉંચો ઉત્પાદન વૃદ્ધિદર છે. જ્યારે એપ્રિલ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન 7.1 ટકા જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં 27.6 ટકાના દરે વધ્યુ હતુ. 

મે મહિનામાં મેન્યુફેક્ચરિંગ  સેક્ટરનું ઉત્પાદન 20.6 ટકાના દરે વધ્યુ છે. તો માઇનિંગ સેક્ટરના ઉત્પાદનમાં 10.9 ટકા અને વિજળીના ઉત્પાદનમાં 23.5 ટકાનો વધારો થયો છે.

ઔદ્યોગિક ઉત્પાદન આંકના આંકડાઓ પર એક નજર

વિગત

મે-2022

એપ્રિલ-2022

મે-2021

IIP ગ્રોથ

19.6%

7.1%

27.6%

માઇનિંગ

10.9%

7.8%

23.6%

મેન્યુફેક્ચરિંગ

20.6%

6.3%

32.1%

ઇલેક્ટ્રિસિટી

23.5%

11.8%

7.5%

પ્રાયમરી ગુડ્સ

17.7%

10.1%

15.8%

કેપિટલ ગુડ્સ

54%

14.7%

74.9%

ઇન્ટરમીડ઼િયેટ ગુડ્સ

17.9%

7.6%

54.2%

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુડ્સ

18.2%

3.8%

46.5%

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ

58.5%

8.5%

80.4%

કન્ઝ્યુમર નોન- ડ્યુ.

0.9%

0.3%

0.2%