×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુંબઇના પશ્ચિમનાં અને દક્ષિણનાં પરાંમાં રસતરબોળ વર્ષા : હજી 48 કલાક ભારે વર્ષાનો વરતારો


નાશિક જિલ્લાનાં પીંપળગાંવ, ત્ર્યંબકેશ્વર, દીંડોરી, સુરગાણામાં શ્રીકાર વરસાદ

મુંબઇ :  હવામાન ખાતાએ એવી માહિતી  આપી હતી કે  મુંબઇમાં વરસાદી માહોલ    સર્જાઇ  રહ્યો છે.  સોમવારે રાતે પૂર્વનાં અને પશ્ચિમનાં પરામાં    સંતોષકારક વર્ષા થઇ હતી. 

મુંબઇમાં આવતા ૪૮ કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વર્ષા થાય તેવાં સાનુકુળ  કુદરતી પરિબળો આકાર લઇ રહ્યાં હોવાનો વરતારો હવાના ખાતાએ આપ્યો હતો.

આજે મંગળવારે પણ દિવસ દરમિયાન બાંદ્રા સી લીન્ક, મહાલક્ષ્મી, દક્ષિણ મુંબઇના ગામડિયા જંક્શન વગેરે વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. મુશળધાર વર્ષાને કારણે આ બધા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી  ભરાઇ ગયાં હતાં.પરિણામે વાહન વ્યવહાર બહુ મંદ ગતિએ આગળ વધ્યો    હતો.ટ્રાફિક સરળતાથી   આગળ વધે તે માટે ટ્રાફિક પોલીસની વધુ    ટુકડીઓ પણ આ બધા વિસ્તારોમાં ગોઠવવી પડી હોવાના સમાચાર મળે છે.

હવામાન ખાતાએ એવી માહિતી  પણ આપી હતી કે આજે સવારે ભારે વરસાદથી  સાંતાક્રૂઝના  મિલન સબ વે માં અને અંધેરીના સબ વે માં  પાણી ભરાઇ ગયાં હોવાથી સબ વે નો વાહન વ્યવહાર બંધ કરીને એસ.વી. રોડ પર વાળવામાં આવ્યો હતો.  ઉપરાંત, જોગેશ્વરીમાં પણ વરસાદી પાણી ભરાઇ ગયાં હતાં. 

આજે કોલાબામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૨.૮ મિ,મિ.,અને  સાંતાક્રૂઝમાં  ૬૨.૦ મિ.મિ.વર્ષા નોંધાઇ છે. આજે રાતના ૮-૩૦ દરમિયાન કોલાબામાં ૧૮.૬ મિ.મિ. અને સાંતાક્રૂઝમાં ૨૪.૨ મિ.મિ. વરસાદ નોંધાયો છે.કોલાબામાં આજ દિવસ સુધીમાં ૧૦૫૯.૬ મિ.મિ.(૪૨.૩૮ ઇંચ)          જ્યારે સાંતાક્રૂઝમાં ૧૧૭૭.૮ મિ.મિ.(  ૪૭.૧૧ ઇંચ    )  વર્ષા નોંધાઇ છે. 

બીજીબાજુ છેલ્લા  ૨૪ કલાક  દરમિયાન  નાશિક જિલ્લાનાં પીંપળગાંવમાં ૧૩૭.૮ મિ.મિ., સતનાબગલાન-૭૫.૬, સુરગાણા, ૧૫૯.૪, યેવલા-૩૭.૦, દીંડોરી-૧૦૪, ત્ર્યંબકેશ્વર-૧૭૪, ઇગતપુરી-૧૮૮,કલવાન-૯૫,   પેઠ-૩૨૫ મિ.મિ. વરસાદ  નોંધાયો હોવાના સમાચાર મળે છે.