×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેના સમયગાળામાં મહત્વનો ફેરફાર


નવી દિલ્હી, તા. 6 જુલાઇ 2022, બુધવાર 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 18 વર્ષથી ઉપરના લોકોના કોવિડ-19ના બુસ્ટર ડોઝને લઇને એક મહત્વનો નિર્ણય કર્યો છે. વિભાગે આ બુસ્ટર ડોઝ માટેના સમયગાળાને ઘટાડીને 6 મહિના કરવાનો નિર્ણય કર્યો છે. 

હાલના તબક્કે કોરોના વાયરસના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેનો તફાવત 9 મહિના છે, જે હવે પેનલની સલાહથી ઘટાડીને સરકારે 6 મહિના કર્યો છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે એક પત્ર બહાર પાડીને આ અંગે જાહેરાત કરી છે.


ભારતમાં હાલ દિવસેને દિવસે કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે જેથી હવે સરકારે કોવિડ વેક્સિનના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેનું અંતર ઘટાડવાની ફરજ પડી છે. રસીકરણ મુદ્દે નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુટેશને આ અંતર ઓછું કરવાની ભલામણ કરી શકે છે, જે અંગે 29 એપ્રિલે બેઠક મળી હતી. 

ICMRની તપાસમાં જાણવા મળ્યું છે કે શરૂઆતના રસીકરણથી આશરે છ મહિના પછી એન્ટી બોડીનું સ્તર ઓછું થવા લાગે છે. બૂસ્ટર ડોઝ આપવાથી પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે. તપાસના આધાર પર હવે રસીસરણના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝના વચ્ચેનું અંતર નવ મહિનાથી ઘટાડીને 6 મહિના કરવામાં આવ્યું છે.